- મતદાર યાદી માટેની વાંધા અરજીઓના નિકાલ સમયે સર્જાઈ તકરાર
- અધિકારી સાથે ડેરીના કર્મચારી કચેરીમાં હાજર રહેતા વિવાદ સર્જાયો
- વિપુલ ચૌધરી જૂથના માણસોએ મચાવ્યો હોબાળો
- કચેરીથી નીકળતા ડેરીના કર્મચારીને રોકવા ટોળાએ કર્યો પ્રયાસ
- વિપુલ ચૌધરી ગ્રુપના સભ્યોના ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ
મહેસાણાઃ આગામી દિવસોમાં મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીની જવાબદારી વિસનગર પ્રાંત અધિકારીને સોંપાઈ છે જેને પગલે મતદાર યાદી ની વાંધા અરજી માટે અરજદારો સુનાવણી કરવા પ્રાંત કચેરીએ આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા જમ્યા હતા. તો ચૂંટણીમાં તહેતરમાં ડેરીના શાસન પર રહેલ વિપુલ ચૌધરી પેનલ અને સામે પક્ષે અશોક ચૌધરી પેનલના સભ્યોએ એક બીજા પર આક્ષેપો પ્રતિક્ષેપો કરી આક્રોશ ઠાલવી રહ્યા છે. જેને લઈ દિવસ દરમિયાન ભારે વિવાદ સર્જાયો હતો.
દૂધ સાગર ડેરી ચૂંટણી માટેની મતદાર યાદી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો
દૂધ સાગર ડેરી ચૂંટણી મામલે પ્રકાશિત થનારી મતદાર યાદીમાં આવેલા વાંધા અરજી પર બે દિવસ સુનાવણી ચાલ્યા બાદ મોડી રાત સુધી અધિકારી દ્વારા અરજી નિકાલ મામલે નિર્ણય લેવાની કામગીરી કરવામાં આવી હતી, જોકે આ કામગીરીમાં અશોક ચૌધરીના નજીક રહેલા ડેરીના કર્મચારી ફાલ્ગુન ચૌધરીને સાથે રાખી ચૂંટણી અધિકારી બંધ બારણે કામગીરી કરતા હોવાથી વિપુલ ચૌધરી ગ્રુપના માણસો અને ડેરીના સભ્યોએ આ બાબતે પ્રાંત કચેરી ખાયે હોબાળો મચાવ્યો હતો અને અધિકારીની કામગીરી પર બેદરકારી દાખવી હોવાની શંકાના વાદળો ઘેરાયા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિની આશંકા
વિસનગર પ્રાંત કચેરીએ દૂધ સાગર ડેરીની મતદાર યાદીની વાંધા અરજી પર નિર્ણય લેવા મોડી રાત સુધી કાર્યવાહી કરતા ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેટલાક માણસોએ ઘૂસી આવી ડેરીના કર્મચારીને કેમ સાથે રાખ્યા છે. તેવો સવાલ કરતાની સાથે જ સ્થળ પર પોલીસ કાફલો દોડી આવ્યો હતો, ત્યારે પોલીસે ટોળાને દૂર કરી ચૂંટણી અધિકારી અને ડેરીના કર્મચારીને અજ્ઞાત સ્થળે ખસેડવા પોલીસ બંદોબસ્ત પૂરો પાડતા કચેરી છોડી ભાંગેલા ડેરીના કર્મચારીની કારને ટોળા દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો હતો. કાર ભગાવી ડેરી કર્મચારી અને અધિકારી મતદાર યાદી સહિતના ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો લઈ ભાગ્ય હોવાની રજૂઆત કરતા વિપુલ ચૌધરી અને ડેરીના સભ્ય રાજુભાઇ ચૌધરીએ આ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી હોય તેવી શંકા વ્યક્ત કરતા અનેક સવાલો કર્યા છે.