ETV Bharat / state

અટકાયત બાદ મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલિયાને કર્યા મુક્ત - Ishudan Gadhvi

મહેસાણા ખાતે આજે જન સેવા સંવેદના મુલાકાતને લઈને ગોપાલ ઇટાલિયા આજે અલગ-અલગ જગ્યાઓ પર મુલાકાત યોજવાના હતા. જો કે, ગોપાલ ઇટલીયા(Gopal Italia) મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલા તેમની તાલુકા પોલીસે અટકાયત કરવામાં આવી હતી, હાલ પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાને મહેસાણા પોલીસે છેવટે મુક્ત કર્યા છે.

મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત
મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત
author img

By

Published : Aug 6, 2021, 2:13 PM IST

Updated : Aug 6, 2021, 2:53 PM IST

  • વહેલી સવારે મહેસાણામાં આવતાની સાથે જ ગોપાલ ઇટાલિયાની અટકાયત
  • સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆતમાં ઊંઝા પહોંચે એ પહેલાં અટકાયત
  • મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલિયાની ટોલનાકા પાસે અટકાયત

મહેસાણા: આજે અલગ-અલગ ગામોમાં જન સંવેદના મુલાકાતમાં બીજા ચરણની શરૂઆત ઉમિયા માતાજીના દર્શન કરીને મુલાકાતની શરૂઆત કરવાની હતી. એ પહેલાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા(Gopal Italia)ની મહેસાણા તાલુકા પોલીસે અટકાયત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાને મહેસાણા પોલીસે છેવટે મુક્ત કર્યા છે.

મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત
મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત

ગોપાલ ઇટાલિયા હવે વિસનગર જવા રવાના થયા છે

ગોપાલ ઇટાલિયા હવે વિસનગર જવા રવાના થયા છે. આગામી તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ જ રહેશે. એક જ મેસેજથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા અને મહેસાણા જિલ્લા પોલીસે ગોપાલ ઇટાલિયાને મુક્ત કરવાનો તત્કાલ નિર્ણય લેવો પડ્યો હતો.

આ પણ વાંચો- AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ETV ભારત સાથે કરી ખાસ વાતચીત

જૂના કોઇ કેસમાં કરાઇ હતી ગોપાલ ઇટાલિયાની ધરપકડ

જો કે, ટોલનાકા પાસે ધરપકડ બાદ હાલમાં ગોપાલ ઇટલીયાને જુના કોઈ કેસમાં અટકાયત કરી હોવાનું ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી હતી.

મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત
મહેસાણામાં ગોપાલ ઇટાલિયાની કરાઇ અટકાયત

ટોલનાકા પાસે અટકાયત કરી ગોપાલ ઇટાલિયાને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા

ગોપાલ ઇટલીયા(Gopal Italia) અને ઇસુદાન ગઢવી(Ishudan Gadhvi) આજે મહેસાણા જિલ્લાના ઉનાવા, સતલાસણા, કુકરવાડાં, બાકરપુરા, વિસનગર ખાતે આજે દિવસભર જન સંવેદના મુલાકાત યોજવાના હતા. જો કે મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઇટલીયા મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલાં જ ટોલનાકા પાસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે

ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી

ઇશુદાન ગઢવી(Ishudan Gadhvi) એ સોશિયલ મીડિયામાં માહિતી પોસ્ટ કરી હતી કે, આજે મહેસાણા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં AAP ના બે નેતાઓ આજે કાર્યક્રમ યોજવાના હતા. જેમાંથી ગોપાલ ઇટાલિયા(Gopal Italia)ને મહેસાણા તાલુકા પોલીસે અગાઉના કોઈ કેસમાં અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહેસાણા AAP ના કાર્યકર્તા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા.

અટકાયત બાદ મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલિયાને કર્યા મુક્ત

Last Updated : Aug 6, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.