ETV Bharat / state

મહેસાણાના કડી ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન - Gujarat election 2021

મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકામાં 36 પૈકી 26 બેઠકો બિનહરીફ થતા 10 બેઠકો માટે આજ રોજ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

મહેસાણા
મહેસાણા
author img

By

Published : Feb 28, 2021, 5:09 PM IST

Updated : Feb 28, 2021, 6:22 PM IST

  • કડી ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન
  • નીતિન પટેલે પહેલી વાર હેન્ડ ગ્લોઝ અને ફેસ કવર પહેર્યું હોવાનો કર્યો ઉલ્લેખ
  • પત્ની સુલોચનાબેન અને પુત્ર શનિ સહિત પરિવાર સાથે કર્યું મતદાન
    મહેસાણા

મહેસાણાઃ જિલ્લાના કડી નગરપાલિકામાં 36 પૈકી 26 બેઠકો બિનહરીફ થતા 10 બેઠકો માટે આજ રોજ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કડીના વૉર્ડ નબર 4 ખાતે આવેલા જન સેવા કેન્દ્ર પર મતદાન મથકે નીતિન પટેલ દ્વારા મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન

નીતિન પટેલે પરિવારમાં પોતાના પત્ની સુલોચના બેન અને દીકરા શનિ સાથે મતદાન કર્યા બાદ કડી નગરપાલિકા રાજ્યની પહેલી ભાજપની 26 બેઠક બિનહરીફ લાવનારા પાલિકાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. તો કડી નગરપાલિકા વર્ષોથી જનસંઘ અને ભાજપની બેઠકો આવતા બહુમતી સાથે સત્તા સંભાળી રહી છે અને સાંજ સુધી જે મતદાન થશે તે ચોક્કસ ભાજપને વિજય અપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Last Updated : Feb 28, 2021, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.