મહેસાણાઃ જિલ્લામાં વધુ એક આરોગ્ય લક્ષી સેવામાં વધારો થયો છે. મહેસાણાના ખેરવા ગામે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા 5 કરોડના ખર્ચે અદ્યતન ઇમારત અને નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ રવિવારના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાને ખેરવા ગામમાં અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
- મહેસાણા જિલ્લાને વધુ એક અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલની મળી ભેટ
- 5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હોસ્પિટલ
- હોસ્પિટલમાં 20 બેડની વ્યવસ્થા
- આયુર્વેદના ચિકિત્સકો દ્વારા પંચકર્મ, મર્મચિકિત્સા, યોગ ચિકિત્સા સહિતની સારવાર અપાશે
ખેરવા ખાતે નિર્મિત આ હોસ્પિટલમાં પંચકર્મ, યોગ ચિકિત્સા, અમૃતપેચ, મર્મચિકિત્સા, ફિઝિયોથેરાપીની સારવાર અને ઔષધિ ગાર્ડન સાથેની સેવા દર્દીઓને આપવામાં આવશે.