મહેસાણા મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ(Cyber crime case in Mehsana ) બનતા લોકોમાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સાયબર ક્રીમીનલો તંત્ર કરતા એક ડગલું આગળ નિકળી ગયા હોય તેવું સામે આવ્યું છે. મહેસાણાના રાધનપુર રોડ પર કૃષ્ણમ સોસાયટીમાં રહેતા અને સાંકેત બિઝનેશ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ (Fraud with Builder ) સાથે અજબ કિસ્સો બન્યો છે.
આ પણ વાંચો પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો
કઇ રીતે બની ઘટના બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ પોતાની ઓફિસમાં બેઠા હતાં(Fraud with Builder ) ત્યાં તેમના બેન્ક ખાતામાંથી ગત 21 ડિસેમ્બરના રોજ બપોરે સવા ત્રણથી પોણા ચાર વાગ્યાના સમયે મોબાઈલ ફોનમાં એક મેસેજ આવેલો. જેમાં 10 લાખ રૂપિયા તેમના ICICI બેંકના ખાતામાંથી કપાઈ ICICI બેંકના અન્ય ખાતા નમ્બર 161205501051માં જમા થયેલા. ત્યાં થોડીક વાર રહી બીજો મેસેજ આવેલ જેમાં બીજા 10 લાખ રૂપિયા ICICI બેંકના ખાતા નમ્બર 092805001870 માં ગયેલા. આમ 20 લાખ રૂપિયા ખાતામાંથી કપાયા ( Bank Fraud )ના બે મેસેજ મળતા તેઓ દોડીને તેમની ઓફીસ નીચે આવેલ ICICI બેન્કની શાખામાં ગયા હતાં. જ્યાં બનાવની જાણ બેન્ક કર્મચારીને કરતા હતાં તેવામાં ત્રીજો મેસેજ આવ્યો હતો જેમાં વધુ 17 લાખ રૂપિયા icici બેંકના 092805001870 ખાતામાં (ICICI Bank Account Cheating ) ઉપડી ગયા હતાં. આમ માત્ર 30 મિનિટમાં કુલ 37 લાખ ઉપડી ગયા હતાં. જેને લઈ દુષ્યંતભાઈએ પોતાનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું અને ખાતામાં પડેલા અન્ય 64 લાખ જેટલી રકમ બચી જવા પામી હતી. બનાવને પગલે ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નમ્બર પર કંમ્પ્લેઇન નોંધાવતા સાયબર સેલ દ્વારા તમામ 37 લાખનું પેમેન્ટ સિઝ કરી દઈ મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી પૈસા જ્યાં ટ્રાન્સફર થયા છે તે બે એકાઉન્ટ નમ્બરના ખાતાધારક સામે ગુન્હો (Cyber crime case in Mehsana )નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો સાયબર ક્રાઇમની લોનના વિષચક્ર પર ધોંસ, 400 જેટલી એપ્લીકેશન અને સાઈટ્સને કરી બ્લોક
ફ્રોડ કરનાર બે ખાતાધારકોના નામ સામે આવ્યાં મહેસાણામાં બિલ્ડર સાથે બનેલી ઓનલાઈન સાયબર ક્રાઈમ (Online Cybercrime )થકી 37 લાખ રૂપિયા અન્ય બે એકાઉન્ટમાં જતા પોલીસ અને બેંકની પ્રાથમિક તપાસમાં 161205501051 ખાતા નમ્બર હેવલોક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડમાં 10 લાખ રૂપિયા અને 092805001870 ખાતા નમ્બર આર્યટેક સોલ્યુશન નામના ખાતામાં 27 લાખ મળી કુલ 37 લાખનું ટ્રાન્જેક્શન (ICICI Bank Account Cheating ) થયું છે. જે બંને એકાઉન્ટ નમ્બર હાલમાં સિઝ કરી દઈ સાયબર ક્રાઈમ દ્વારા તપાસનો (Cyber crime case in Mehsana )દોર શરૂ કરવામાં આવ્યો છે.
ધ્યાન ફોન પર ન ગયું હોત તો એકાઉન્ટ ખાલી થઈ ગયું હોત ફરિયાદી દુષ્યંતભાઈના એકાઉન્ટમાં 1 કરોડ જેટલી રકમ હતી. જેમાંથી કુલ 37 લાખ કોઈ ફોન કોલ કે otp વગર કપાઈ ગયાં હતાં. 3 મેસેજ મળતા પોતાનું એકાઉન્ટ બંધ કરાવી દેતા તેમના ખાતામાં રહેલા અન્ય 64 લાખ જેટલા રૂપિયા બચી ગયા છે. જોકે તેઓનું ધ્યાન ફોન પર ન ગયું હોત તો કદાચ તેમનું એકાઉન્ટ (ICICI Bank Account Cheating ) ખાલી થઈ ગયું હોત.