- IPL શરૂ થતાની સાથે જ સટ્ટોડિયાઓની સિઝન શરૂ
- મહેસાણામાં સોફ્ટવેર આધારિત સટ્ટો રમતો યુવાન ઝડપાયો
- પોલીસે એક આરોપીની ધરપકડ કરી, હજુ એક આરોપી ફરાર
મહેસાણા: મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના વિજાપુર તાલુકાના મણીપુર ગામે ઓનલાઈન સોફ્ટવેર આધારિત ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડીને 3 મોબાઈલ ફોન, 1 ટેબલેટ, ટીવી સહિત કુલ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રવિન્દ્ર ઉર્ફે શૈલેષ પટેલ(ગાંધી) પોતાના રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને IPLની મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટ-બેટિંગના આંકડા મેળવીને અનિર્ધારીત હરજીતના જુગાર રમી અને રમાડી ગુનાહિત કૃત્ય અચરવા બદલ સ્થળ પરથી અટકાયત કરીને તેની પાસે રહેલા 3 મોબાઈલ ફોન, ટેબલેટ, 1 ટીવી અને જુગાર સમવાના સાધન-સામગ્રી મળીને કુલ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
સોફ્ટવેર આપનારો શખ્સ પણ આરોપી બન્યો
મણીપુર ગામેથી પકડાયેલો ક્રિકેટ સટ્ટામાં પકડાયેલા આરોપીને ઓનલાઈન સટ્ટા માટે વપરાતું સોફ્ટવેર વિજાપુર ખાતે રહેતા વિશાલ પટેલે આપ્યું હોવાની માહિતી મળતા પોલીસે સોફ્ટવેર આપનારા શખ્સને પણ ક્રિકેટ સટ્ટા મામલેની આ ફરિયાદમાં આરોપી તરીકે ઉલ્લેખ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સોફ્ટવેર આપનારો શખ્સ હજુ સુધી ફરાર છે.