ETV Bharat / state

સ્મશાનમાં સ્વર્ગ: કાળી ચૌદશ પર સ્મશાનમાં દીવા પ્રગટ્યા, લોકો થયા મંત્રમુગ્ધ

સામન્ય રીતે કાળી ચૌદશ એટલે એક અશુભ અને ભૂત પ્રેતનો દિવસ (Diwali in Mehsana) એવી માન્યતા સમાજમાં ઘર કરેલી છે, ત્યારે આજે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે વિસનગરમાં (kali chaudas in Visnagar) આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. વિસનગરમાં સ્મશાને સ્વર્ગની જેમ શણગારવામાં આવ્યું છે. જે લોકો જોઈને મંત્રમુગ્ધ બન્યા છે. (crematorium decorated kali chaudas in Visnagar)

author img

By

Published : Oct 24, 2022, 11:52 AM IST

સ્મશાનમાં સ્વર્ગ : કાળી ચૌદશના સ્મશાનને શણગાર્યું, લોકો જોઈને બન્યા મંત્રમુગ્ધ

મહેસાણા અશુભ અને ભૂત પ્રેતનાની રાત્રી માનવામાં આવતી (Diwali in Mehsana) કાળી ચૌદશની રાત્રીએ વિસનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાળી ચૌદશના દિવસે સમાજમાં જ્યારે અંધશ્રદ્ધાએ ઘર કરી રાખ્યું છે કે આજની રાત્રીએ તાંત્રિક વિધિ કરી ભૂતપ્રેતને બોલાવી પુરીઓ વડા જેવી વિવિધ વાનગી ખવડાવી સાધના કરવામાં આવે છે. આમ લોકો મુખે ચર્ચાતી વાતો અંધશ્રદ્ધા બની બેઠી છે, ત્યારે વિસનગરના અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા શહેરીજનોને સહકારથી આજે વિસનગર સ્મશાનને સ્વર્ગની (kali chaudas ratri) જેમ શણગારવામાં આવ્યું છે.જેને જોવા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા છે.

સ્મશાન ગૃહમાં આ અદભુત નજારો કાળી ચૌદશે નિહાળી રહેલા લોકો મંત્રમુગ્ધ બન્યા છે. લોકોમાં આજની રાત્રીએ જે ગેરમાન્યતા અંધશ્રદ્ધા વ્યાપેલી હતી. તેને ભુલાવવા આયોજકો દ્વારા વિસનગરના સ્મશાનમાં લાખ્ખોની ખર્ચે વિવિધ દેવી દેવતાઓના મંદિરો અને ગાર્ડન બનાવવામાં આવ્યા છે. જેને લઈ સ્મશાન એક પવિત્ર સ્થળ હોવાની અનુભૂતિ લોકોને થઈ રહી છે. તો અહીં ભૂત પ્રેતને નહીં પણ માણસો પોતે જ સ્મશાનમાં બેસી પ્રસાદ ખાઈ રહ્યા છે. (kali chaudas in Visnagar)

તહેવાર અંધશ્રદ્ધામાં નહિ વિસનગર સ્મશાન ગૃહને શણગાર આપી દેવલોક (Cremation Kali Chaudas) પામેલા પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અંધશ્રદ્ધા દૂર કરવા નવો ચીલો ચાતર્યો છે. જોકે લોકોમાં પણ અંધશ્રદ્ધા પ્રત્યેની જાગૃતિ આવે અને દર દિવાળીએ આવતો કાળી ચૌદશનો તહેવાર અંધશ્રદ્ધામાં નહિ, પરંતુ ખરા અર્થમાં જે દેવતા દેવીઓ અને પૂર્વજોની પૂજા કરવાની હોય તે પ્રણાલીનો વિકાસ થાય તેવો અભિગમ અપનાવ્યો છે. (Diwali 2022 in Visnagar)

સ્મશાનને સ્વર્ગની જેમ શણગારવામાં આવે ઉલ્લેખનીય છે કે, વિસનગર સ્મશાન ખાતે દર કાળી ચૌદશના દિવસે સ્મશાનને સ્વર્ગની જેમ શણગારવામાં આવે છે. અહીં આયોજકો દ્વારા ખૂબ સારું આયોજન કરાય છે. દરેક સ્વર્ગવાસીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને અહીં અંતિમ દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરાઈ હોઈ ખૂબ ધાર્મિક વાતાવરણ મળે છે. અહીં અંતિમસંસ્કાર પામનાર દરેકને સ્વર્ગવાસ મળે એવી પ્રાર્થના કરીએ. (crematorium decorated kali chaudas in Visnagar)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.