ETV Bharat / state

કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમમાં ઊંઝાના MLA અને APMCના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલા એશિયાના સૌથી મોટા મસાલા પાકના પીઠું ઊંઝા APMCમાં 7 માસ અગાઉ 15 કરોડથી વધુની શેષ કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ APMCમાં જ કામ કરતા કર્મચારી સૌમિલ પટેલ દ્વારા કરાયા હતા. જેમાં ઊંઝા કોર્ટે ફરિયાદીની રજૂઆત ધ્યાને લઇ 156-3 મુજબ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માન્ય રાખી છે.

કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમમાં ઊંઝાના MLA અને APMCના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમમાં ઊંઝાના MLA અને APMCના સત્તાધીશ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
author img

By

Published : May 20, 2021, 7:50 PM IST

  • ઊંઝા APMC શેષ કૌભાંડ મામલે ઊંઝા કોર્ટનો આદેશ
  • ઊંઝા કોર્ટે ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવા કર્યો આદેશ
  • ફરિયાદી સૌમિલ પટેલ દ્વારા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવશે
  • કૌભાંડ મામલે ઊંઝા MLA આશા પટેલ, APMC ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે નોંધાઇ શકે છે ફરિયાદ
  • કોર્ટે પુરાવા અને ફરિયાદીને સાંભળ્યા બાદ CIDમાં ફરિયાદ કરવા કર્યો આદેશ

મહેસાણાઃ જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલા એશિયાના સૌથી મોટા મસાલા પાકના પીઠું ઊંઝા APMCમાં 7 માસ અગાઉ 15 કરોડથી વધુની શેષ કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ APMCમાં જ કામ કરતા કર્મચારી સૌમિલ પટેલ દ્વારા કરાયા હતા. જો કે, કર્મચારીની વાતને મોટા માથાઓ દ્વારા રફેદફે કરવા એડી ચોટીનું જોર લગાવતા સ્થાનિક તંત્ર કાર્યવાહી કરવા મામલે નિષ્ક્રિય રહ્યું હતું, ત્યારે APMCના ચોર ઉલ્ટા કોટવાલ કો ડાટેની જેમ APMCમાંથી સહિઝુંબેશ ચલાવી સૌમિલની ફરજ પર ગેરરીતીના આક્ષેપો કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાંય સત્ય તો છાપરે ચડી પોકારે તે મુજબ સૌમિલ પટેલે હાર ન માનતા હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જો કે, આ મુદ્દે સ્થાનિક કોર્ટથી પદ્ધતિ સર લાવવા હાઇકોર્ટે સૂચન કરતા આખરે સૌમિલે કોર્ટમાં પોતાની રજૂઆત કરી હતી. જેમાં ઊંઝા કોર્ટમાં વર્ચ્યુઅલ ઈયરિંગ અને અન્ય જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઊંઝા કોર્ટે આ તમામ બાબતોની રજૂઆત ધ્યાને લઇ 156-3 મુજબ ફરિયાદીની ફરિયાદ ગાંધીનગર કોર્ટમાં દાખલ કરવા માન્ય રાખી છે.

આ પણ વાંચોઃ ડીસામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેન, મેનેજર અને 19 ડિરેક્ટરોને નોટિસ આપી

ઊંઝા APMC ચેરમેન, સેક્રેટરી અને MLA સામે થઇ શકે છે ફરિયાદ!

ઊંઝા APMCમાં 15 કરોડના શેષ કૌભાંડ મામલે અરજદારે દર દર ભટકી ફરિયાદ માટે પ્રયાસ કરતા અંતે ઊંઝા કોર્ટે સૌમિલ પટેલની ફરિયાદ ગાંધીનગર CDI ક્રાઇમમાં નોંધવા સૂચન કર્યું છે, ત્યારે કોર્ટના આદેશ મુજબ ઊંઝા APMCમાં 15 કરોડના કૌભાંડના આક્ષેપ મામલે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, APMCના ચેરમેન દિનેશ પટેલ અને APMC સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે ફરિયાદ નોંધાઇ શકે છે. આ તપાસનો દોર પણ CID ક્રાઇમ સાંભળશે તો આક્ષેપીતો સામે ફરિયાદ બાદ ધરપકડ પણ થઈ શકે છે.

ફરિયાદી સૌમિલ પટેલના વકીલનું નિવેદન

ઊંઝા APMCમાં શેષ કૌભાંડ મામલે ETV Bharatએ ફરિયાદી સૌમિલના વકીલ કુરેસી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, આજથી 7 મહિના પહેલા APMCમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સૌમિલ પટેલે સમગ્ર કૌભાંડ મામલે જિલ્લા રજીસ્ટાર, પોલીસ અને મુખ્યપ્રધાન સુધી દરેક જગ્યાએ રજૂઆત કરી હતી. આમ છતાં ફરિયાદ ન નોંધતા સૌમિલ હાઇકોર્ટમાં જઈ અરજી કરતા હાઇકોર્ટે નીચેની કોર્ટથી પદ્ધતિસર આવવા કહેતા ઊંઝા કોર્ટમાં સૌમિલ પટેલની અરજી દાખલ કરાવામાં આવી હતી. જે અરજીની ઓનલાઈન સુનાવણી અને પીરવ જજમેન્ટ રજૂ કરતા કોર્ટે 156-3 મુજબ સીધી જ સૌમિલ પટેલની ફરિયાદ ગાંધીનગર CID ક્રાઇમને સોંપવા આદેશ કર્યો છે. જેમાં સૌમિલની રજૂઆત મુજબ APMC ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ઊંઝાના મહિલા ધારાસભ્ય આશા પટેલ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જો કે, હજુ સુધી કોર્ટના ઓર્ડરની કોપી મળી નથી.

CID ક્રાઈમના અધિકારી દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવા આદેશ

ઊંઝા કોર્ટે ગાંધીનગર CID ક્રાઇમના મહેસાણા જોનલ અધિકારીને ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે. જેથી CID ક્રાઈમના અધિકારી દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવા આદેશ કરાયો છે. જેમાં CID ક્રાઇમને નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે તપાસના અધિકાર અપાયા છે. આ ફરિયાદ બાદ તપાસ કરી 60 દિવસમાં અહેવાલ કોર્ટને સુપરત કરવા આદેશ કરાયા છે. જેમાં IPC કલમ 405, 406, 409, 464, 468, 471 અને 120બી મુજબ ફરિયાદ નોંધાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.