મહેસાણાઃ રાજ્યમાં જ્યાં રાજકારણને પગલે સહકારી ક્ષેત્રોને ભરખી જવાની રાજનીતિ શરૂ થઈ છે. ત્યાં વિસનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં લોકડાઉન વચ્ચે દસ્તાવેજ જપ્તી માટે જિલ્લા રજીસ્ટારની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. જે બાદ આ અહેવાલ ઇટીવી ભારતમાં પ્રસિદ્ધ થતાં હાલ 5 અધિકારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
- ઈટીવી ભારતના નિષ્પક્ષ અહેવાલ બાદ કોર્ટે પણ અધિકારી સામે દંડનીય કાર્યવાહી કરી
- વિસનગર તા.ખ.વે.સંઘના રેકોર્ડ કબ્જે લેવાનો મામલો
- પ્રમુખ અને મેનેજરની ગેરહાજરીમાં રેકોર્ડ કબ્જે કરતા અધિકારીઓ દંડાયા
- તિજોરી કબાટ તોડી રેકોર્ડ કબ્જે કરવું અધિકારીઓને ભારે પડ્યું
- વિસનગર મામલતદાર, પૂર્વ રજીસ્ટાર, સ્પે.ઓડિટર, રજી.ક્લાર્ક અને વિસનગર પોલીસ ઇન્સ્પેકટર સહિત 5 લોકો દંડાયા
- હાઇકોર્ટે પહોંચેલા મામલામાં અધિકારીઓને કોર્ટે દંડ ફટકાર્યો
- તમામ 5 બેજવાબદાર સરકાર અને કર્મચારીઓને 1 લાખનો દંડ ફટકાર્યો
- ઓડિટ મામલે વર્ગ ' અ 'નું સ્થાન ધરાવતા વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કોર્ટ મેટર ચાલતી હોવા છતાં જિલ્લા રજીસ્ટાર દ્વારા કરાયેલો રેકોર્ડ જપ્તી મામલે જવાબદાર 5 અધિકારીઓને હાઇકોર્ટે 1 લાખનો દંડ ફટકાર્યો છે, ત્યારે આજે રાજકીય ઇશારે ફરજનો દુરુપયોગ કરતા અધિકારીઓ માટે ઉદાહરણ રૂપ કોર્ટના નિર્ણયને સંઘના અરજદારો આવકારી રહ્યા છે.
સહકાર વિના નહીં ઉદ્ધાર આ વાક્ય સામાન્ય રીતે નાનાપાયાના નાગરિકો માટે કાર્યરત સંસ્થાઓ માટે અપનાવાતો હોય છે જોકે હવે સહકારમાં રાજકારણ ભળતા ઉદ્ધાર તો ઠીક પરંતુ સંસ્થાઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાવવા લાગ્યું છે, ત્યારે વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં રાજકીય ઇશારે જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા ગત 26 મેના રોજ પ્રમુખ અને મેનેજર રજા પર હોવા છતાં તિજોરીઓ અને કબાટો તોડી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. રેકોર્ડ જપ્તીમાં રજીસ્ટાર કચેરીના ક્લાર્ક દ્વારા સ્પે.ઓડિટરને સાથે રાખી પોલીસ બંદોબસ્ત લઈ રેકોર્ડને તત્કાલિક અસરથી કબ્જે કરવામાં આવ્યું હતું. જો કે, પ્રમુખ અને મેનેજરની ગેરહાજરીમાં રેકોર્ડ જપ્ત કરાતા સંઘ દ્વારા કોર્ટમાં રીટ કરાઈ હતી. આ રિટ મામલે હાઇકોર્ટે તાજેતરમાં જજમેન્ટ આપતા રી-ઓડિટ ગંભીર વિષય ન હોવા છતાં જે પદ્ધતિથી રેકોર્ડ કબ્જે કરવામાં આવ્યું છે. તેને અયોગ્ય માની જવાબદાર અધિકારી પૂર્વ જિલ્લા રજીસ્ટાર પ્રતીક ઉપાધ્યાય, રજીસ્ટાર કચેરીના ક્લાર્ક કે.પી.લીંબાચીયા, વિસનગર મામલતદાર બી.જી.પરમાર, રી-ઓડિટ માટે નિયુક્ત સ્પેશ્યલ ઓડિટર કે.ડી.તુરી અને વિસનગર પોલીસ ઇન્સ્પેકટર પી.કે.પ્રજાપતિ સહિતના તમામ 5 લોકો સામે 1 લાખનો દંડ ફટકાર્યો છે.
પોલીસે જ્યાં બંદોબસ્ત પૂરો પાડવાનો હોય છે, ત્યાં પોલીસે રેકોર્ડ જપ્તી માટે તિજોરી કબાટ તોડવા માટે રસ લીધો હતો તો બીજી તરફ રજીસ્ટાર કચેરી દ્વારા અધિકારીઓએ પ્રમુખ અને મેનેજર હાજર ન હોઈ ચાવી મેળવવાની રાહ જોતા જ્યાં રેકોર્ડને સીલ કરવાની કાર્યવાહી થઈ શકતી હતી. ત્યાં તાત્કાલિક અસરથી બળપ્રયોગથી રેકોર્ડ જપ્તી કરતા આખરે કોર્ટે ચડેલા આ મામલામાં ઉદાહરણ રૂપ કોર્ટનું જજમેન્ટ સામે આવ્યું છે. - મહત્વનું છે કે, ઈટીવી ભારતે પણ ઘટના સમયે કવરેજ કરી નિષ્પક્ષ સમાચારમાં આ કાર્યવાહી સામે સાવલો ઉઠાવ્યા હતા, ત્યાં આજે કોર્ટના હુકમનો પણ સમન્વય જોવા મળ્યો છે. જેને પગલે નિષ્પક્ષ સમાચાર અને પોતાની જવબદારી સાથે વધુ એક વાર ઈટીવી ભારત પોતાની એક આગવી ઓળખ સાથે તરી આવ્યું છે.