- તાલુકા પંચાયતના ડ્રગ સ્ટોરમાં ILR મશીન અને ડીપ ફ્રિજની વ્યવસ્થા ઉભી કરાઈ
- ડીપ ફ્રિજમાં 4.50 લાખ ડોઝ રસી સ્ટોર કરવાની ક્ષમતા કરાઈ
- પ્રથમ 15 હજાર પેરામેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં રસીકરણ માટે 10 કેન્દ્રો પર પ્રતિ કેન્દ્રમાં સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધી 100 લોકોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ 15000 પેરામેડિકલ સ્ટાફ એટલે કે તબીબોથી લઈ એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને આશાવર્કરોનો સમાવેશ કરાયો છે. તો જિલ્લાના રસીકરણ માટેના આ 10 કેન્દ્રો પર રોજ 1000 લોકોને રસી આપવામાં આવશે.
- મહેસાણામાં રસીના સંગ્રહ માટે વ્યવસ્થા ઉભી કરાઈ, 4.50 લાખ ડોઝ સ્ટોર કરવાની ક્ષમતા
મહેસાણા જિલ્લામાં ટૂંક સમયમાં કોરોના રસી આવી પહોંચશે. જોકે તે પહેલાં અહીં આ રસીના સંગ્રહ માટેની ખાસ વ્યવસ્થા તાલુકા પંચાયતની જૂની કચેરી ખાતે આવેલ ડ્રગ સ્ટોરેજના મકાનમાં ILR મશીન સાથે ડીપ ફ્રીજર મૂકીને કરવામાં આવી છે. જેમાં 4.50 લાખ રસીના ડોઝ સ્ટોર કરવાની ક્ષમતા રાખવામાં આવી છે. પરંતુ હાલ બસ અહીં રસી આવે તેની રાહ જોવાઇ રહી છે.
|