મહેસાણા : નગર પાલિકાની ટાઉન હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જ્યાં શાસક પક્ષ ભાજપના સદસ્યોએ 20 સભ્યોની બહુમતી દર્શાવી વિવિધ વિકાસના કામોને બહાલી આપી સભા પૂર્ણ જાહેર કરી સ્થળ છોડી ચાલી નીકળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના સદસ્યોએ ભાજપ સામે ભ્રષ્ટચારનો આક્ષેપ કરતા કોંગ્રેસના સભ્યોને વહીપ સંભળાવવા પ્રયાસ કરાયો હતો. ત્યાં કામોની મંજૂરીમાં ભાજપના કેટલાક સભ્યોએ વહીપને નજર અંદાજ કરવા પ્રયાસ કર્યો હતો.
ભાજપના પણ 6 જેટલા સભ્યો સામન્ય સભામાં ઉપસ્થિત રહ્યા ન હતા.પાલિકામાં રહેલા બન્ને પક્ષમાં ફૂટફાટ જોવા મળી હતી. ગણતરીના સમયમાં જ સભા પૂર્ણ જાહેર કરી ચીફ ઓફિસર જગ્યા છોડતા કોંગ્રેસના સભ્યોએ ચીફ ઓફિસરનો ઘેરાવો કરી રોક્યા હતા.
15 મિનિટથી વધુ સુધી કોંગ્રેસના સભ્યોએ પાલિકાના અધિકારી તરીકે ચીફ ઓફિસર જીગર પટેલ પાસે એવિએશન ટ્રિપલ A કંપનીના 3 કરોડ અને બ્લ્યુ રે 65 લાખ વેરો બાકી છતાં કેમ કાર્યવાહી કરાતી નથી. તેવા જવાબ માંગ્યા હતા. પાલિકા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ ભાજપના સભ્યો સભા છોડી જતા રહ્યા હતા.
કોંગ્રેસના હાજર અભયોની બહુમતી દર્શાવી પોતે સભામાં અધ્યક્ષ તરીકે હોવાનો બફાટ કર્યો હતો. આ સમગ્ર મામલામાં મહેસાણા એ ડિવિઝન પોલીસ કાફલો પણ સભા હોલ ખાતે દોડી આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ મામલે પણ કોંગ્રેસના સભ્યો ને સૂચન કરતા પોલીસ સાથે પણ બોલાચાલી સર્જાઈ હતી.
મહેસાણા પાલિકાની સામાન્ય સભામાં લાંબો સમય ચાલેલા હોબાળા બાદ પણ શાસક પક્ષ ભાજપે પોતાના 7 સભ્યો ગેરહાજર હોવા છતાં પણ કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈ 13 અને 7 મળી કુલ 20 સભ્યોની બહુમતી સાથે તમામ કામો મંજૂર કર્યા હતા. જેથી કોંગ્રેસ દ્વારા ભાજપને સમર્થ કરનાર કોંગી સભ્યો સામે કાર્યવાહી કરવા તૈયારી બતાવાઈ છે. જનતાને પણ અપીલ કરાઈ છે કે, આવા સભ્યોને આવનારી ચૂંટણીમાં ચૂંટી ન લાવે...!