ETV Bharat / state

વરિયાળીમાંથી જીરું બનાવવાનું વધુ એક કારસ્તકન ઝડપાયું

વરિયાળીમાંથી જીરું બનાવવાનું વધુ એક કારસ્તકન ઝડપાયું છે. મહેસાણા એસઓજીએ (SOG team) ઊંઝા પંથકમાંથી બનાવટી જીરા સહિત 15.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કામલીથી ખળી ચાર રસ્તા વચ્ચે ચાલતી ફેકટરીમાં ચાલતું હતું બનાવટી જીરું બનાવવાનું કામ.

વરિયાળીમાંથી જીરું બનાવવાનું વધુ એક કારસ્તકન ઝડપાયું
વરિયાળીમાંથી જીરું બનાવવાનું વધુ એક કારસ્તકન ઝડપાયું
author img

By

Published : Oct 15, 2022, 6:12 PM IST

મહેસાણા જિલ્લાના જાણીતા મસાલા બજારનું પીઠું એવા ઊંઝા પંથકમાંથી વધુ એકવાર વરિયાળીમાંથી બનાવટી જીરું બનાવવાનું તરખટ સામે આવ્યું છે. મહેસાણા એસઓજીની ટીમે (Mehsana SOG team) બાતમી આધારે દરોડા પાડી 16 કટા વરિયાળી સહિત 17000 કિલો બનાવટી જીરાનો જથ્થો, પાવડર અને કેમિકલ જપ્ત કરી સ્થળ પર હાજર એક વ્યક્તિની અયકાયત કરી છે.

વરિયાળીમાંથી બનાવટી જીરું બનાવવાનું તરખટ સામે આવ્યું

નામ ઠામ વગરની ફેકટરી મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા તાલુકાના કામલી ગામથી ખળી ચાર રસ્તા જવાના માર્ગ પર એક નામ ઠામ વગરની ફેકટરીમાં બનાવટી જીરું તૈયાર કરાતું હોવાની બાતમી મહેસાણા એસઓજીની ટીમને મળી હતી.

ફેકટરી પર દરોડા બાતમી આધારે એસઓજીની ટીમે ફેકટરી પર દરોડા પડતા ફેકટરીમાં વરિયાળીને કેમિકલ અને પાવડરમાં પ્રોસેસ કરી બનાવટી જીરું તૈયાર કરાતું હોવાની હકીકત સામે આવી હતી. જે આધારે પોલીસે સ્થળ પર થી 16 બોરી વરિયાળી સહિત 17000 કિલો બનાવટી જીરાનો જથ્થો કબ્જે કરી ફેકટરીમાં હાજર વિજય પટેલ નામના એક શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.