શ્રમ અને રોજગાર પ્રધાન જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં રોજગારીનું સર્જન કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 48 રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી માર્ગદર્શન,ભરતી મેળા સહિતની વિવિધ પ્રવૃતિઓ થકી અન્ય રાજ્યોને પ્રેરણા મળી છે.
દેશમાં 85 ટકા રોજગારી આપવાનું કામ કરી અન્ય રાજ્યો માટે રોજગારીનું ડેસ્ટીનેશન બન્યુ છે. પ્રધાન દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં યોજાયેલ ભરતી મેળામાં 11.50 લાખ યુવાનોને રોજગારી મળી છે.રાજ્યના યુવાનોને તકનીકી શિક્ષણ મળી રહે તે માટે 124 ઔધોગિક તાલીમ સંસ્થા વધીને આજે 289 થઇ છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં યોજાયેલ 11 ક્લસ્ટર ભરતી મેળામાં 22600 નવયુવાનોને રોજગારી મળી છે.
રાજ્યના યુવાનો સુરક્ષાદળમાં જોડાય તે માટે વિનામૂલ્યે 69 નિવાસી તાલીમ યોજી 1939 તાલીમાર્થીઓને તાલીમ અપાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 77 હજાર કરતાં વધુ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓ જોડાયા છે.કાર્યક્રમમાં રાજ્યકક્ષા દિવ્યાંગ પારિતોષિક કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્રમાં કામ કરતા શ્રેષ્ઠ કર્મચારી,સ્વરોજગાર કરતા શ્રેષ્ઠ વ્યવસાયીઓને વર્ષે 2013થી 2015ના એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મહેસાણામાં યોજાયેલ ત્રણ જિલ્લાના સંયુક્ત કાર્યક્રમમાં 77 નોકરીદાતાઓ દ્વારા 5000 ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાયો હતો.ત્રણ જિલ્લાના 20487 ઉમેદવારોને પત્ર મારફતે તેમજ 1500 ઉમેદવારોને EMAIL મારફતે જાણ કરાઇ છે.
આ ઉપરાંત દુરના તાલુકાના 20487 ઉમેદવારોને કોલલેટરની સાથે ST બસમાં વિનામૂલ્યે આવવા તથા જવાની મુસાફરી માટે મહેસાણા,પાટણ અને પાલનપુર જિલ્લાના નવેમ્બર 2019ની સ્થિતિએ 42426 રોજગાર વાંચ્છુઓ નોંઘાયેલા છે.
કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર, કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, પ્રાંત અધિકારી વિમલ પટેલ, મહેસાણા, પાટણ અને પાલનપુરના જિલ્લા રોજગાર અધિકારી,રોજગાર નિયામક સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.