- મહેસાણા જિલ્લાના આસોડા ગામે શિવરાત્રીની ઉજવણી
- 800 વર્ષ જુના પૌરાણિક જસમલનાથ મહાદેવના મંદિરે શિવ પર્વની ધામધૂમથી ઉજવણી
- સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીંર્ણોદ્ધાર કર્યો હોવા સાથે મંદિર ભૂતો દ્વારા નિર્મિત હોવાની માન્યતા
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામે 800થી વધુ વર્ષ જુનુ પૌરાણીક જસમલનાથ મહવેદનું મંદિર આવેલું છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે જસમલનાથ મહાદેવ શિવાયલને સુંદર રીતે સુશોભીત કરી શિવલિંગ પર દૂધ-જલનો અભિષેક, બીલીપત્ર, બીલું એન કમળ અર્પણ કરી શ્રદ્ધાળુઓએ દર્શન કરતા ધન્યતા અનુભવી છે. શિવરાત્રીના પર્વ પર ગામ લોકોએ મંદિર પ્રાંગણમાં યજ્ઞ-હવનનું આયોજન કરી દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદ સાથે ભંડારાનું આયોજન કર્યું છે.
પાલખી યાત્રાનું આયોજન
અહીં પ્રાચીન મંદિરનો મહિમા અને દર્શનાર્થીઓની મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાથી માહોલ શિવમય માહોલમાં છવાયો છે. ભગવાનની પાલખી યાત્રાનું પણ અહીં આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભ: મહાશિવરાત્રી પર્વ પર શાહી સ્નાન માટે ઉમટ્યું જનસૈલાબ
વિકાસ જંખી રહ્યું છે આ મંદિર.!
મહત્વનું છે કે, આજે શિવરાત્રીના પર્વ પર હજારો, લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બનેલું આ પૌરાણિક મંદિર હાલમાં પુરાતત્વ વિભાગ હસ્તક હોઈ ગામ લોકો કે સ્થાનિક ભક્તો તેના વિકાસ માટે કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. ત્યારે સરકાર આ ઇતિહાસિક વારસાનું જતન કરે તે આવશ્યક બન્યું છે. હાલની સ્થિતિ જોતા મંદિર પૌરાણિક હોવા છતાં પુરાતત્વ દ્વારા કોઈ સારસંભાળ લેવામાં આવી નથી રહી જેથી અહીં આવતા ભક્તોને મંદિરની દુર્દશા જોતા ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.