ભગવાન પશુરામ દાદાની જન્મ જયંતીને લઈને મહેસાણાના બ્રહ્મસમાજમાં ઉત્સાહનો માહોલ હતો. ભગવાનના જન્મ ઉત્સવ નિમિત્તે મહેસાણા તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ભગવાનની શોભાયાત્રા મંગળવારે મહેસાણા શહેરમાં કાઢવામાં આવી હતી. જેમાં મહેસાણા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા મહેસાણાના ગાયકવાડી રાજા દ્વારા બનાવેલા ગણપતિ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી.
આ યાત્રા મહેસાણાના મુખ્ય બજારોમાં ફરી હતી. આ સમગ્ર આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં મોટી સંખ્યા બ્રહ્મ સમાજ જોડાયો હતો. ગળામાં ખેસ ધારણ કરીને જય પશુરામના નારા લગાવ્યા હતા.ખેડૂત પુત્રો દ્વારા મહેસાણા જિલ્લામાં ઉનાળુ વાવેતરની આજથી શરૂવાત કરવામાં આવી હતી. ખેતરમાં 3 લીટી અને બિયારણ અને ઓજારોની પૂજા કરીને મૂહુર્ત સાચવ્યું હતું.