કડી પ્રાંત કચેરી ખાતે આગોલ ગામના આત્મારામ વણકર અને તેમના બહેન ભલીબેન દ્વારા જમીન વિવાદમાં કચેરીના ધક્કા ખાઈને પરેશાન થયા હોવાના કારણે દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આ અંગે કડી પ્રાંત અધિકારી કેતકી વ્યાસ દ્વારા તેમની ચેમ્બરમાં આવેલી 3 મહિલાઓ સહિત 10 અજાણ્યા ઇસમોને બેસવાનું કહેતા અરજદાર પક્ષના માણસોએ મહિલા પ્રાંત અધિકારીને બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ અરજદાર મહિલાને ઝેરી દવા લાવ્યા છો એ પી જાઓ જેવી દુસ્પ્રેરણા આપી હોવાની તેમજ મહિલા પ્રાંત અધિકારીને ઓફિસમાંથી બહાર ન જવા દેવા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. ત્યારે કડી પોલીસે મહિલા પ્રાંત અધિકારી કેતકી વ્યાસની ફરિયાદના આધારે 3 મહિલા સહિત 10 અજાણ્યા ઈસમો સામે કલમ 120 બી, 143, 332, 186, 504, 506 (2), 294 (ખ), 341 અને સત્તાવાર રહસ્યનો કાયદો અને 1923ની કલમ 7 મુજબ ગુન્હો નોંધ્યો છે. તેમજ આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આપઘાતનો પ્રયાસ કરનાર બંન્ને ભાઈ-બહેન હાલમાં સારવાર હેઠળ છે.