મહેસાણા: સામાન્ય રીતે સરકાર દ્વારા નાગરિકોને સુખ-સુવિધા અને વિકાસ થાય તે હેતુથી બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના બજેટની ફાળવણી અને યોજનાઓને જનતા સુધી પહોંચાડવા ખાસ પ્રયાસ કરે છે. પ્રદેશ ભાજપ બાદ મહેસાણા જિલ્લા કક્ષાએ પણ ભાજપ દ્વારા બજેટ અંગે જિલ્લાના હોદેદારો અને કાર્યકરો સાથે વિસનગર APMC ભોજનાલય હોલમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય અને કેન્દ્રના બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ ભાજપ મીડિયા સેલ કન્વીનર પ્રશાંત વાળાએ હાજરી આપી હતી. ભાજપના સંગઠને સરકારના બજેટ અને યોજનાઓ અંગે માહિતી આપી હતી. આગામી 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે, જે માટે કાર્યકરો અને હોદેદારો સ્થાપના દિનની ઉજવણી ધામ-ધૂમથી કરવા માટે આહવાન કર્યું હતું.
વિસનગરમાં હાજર પ્રદેશ ભાજપ મીડિયા સેલના કન્વીનર પ્રશાંત વાળાએ રાજસભાના ઉમેદવાર માટે કોંગ્રેસમાં ચાલી રહેલા અસમંજસ અંગે કોંગ્રેસ પર રાષ્ટ્ર વિરોધી અને ભ્રષ્ટચારી હોવાની ટિપ્પણી કરી કરી હતી.