મહેસાણા: શિક્ષિકા વૈશાલીબેન પંચાલની શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કેરળના રાજ્યપાલને હસ્તે શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો શૈક્ષણિક અને સામાજિક સેવા કર્યો માટે જિલ્લાનું ગૌરવ બન્યા છે. વૈશાલીબેન પંચાલ પ્લાસ્ટિક મુક્ત ભારત અભ્યાનને આગળ ધપાવતા વેસ્ટમાંથી બેસ્ટ કરી પેપર બેગો બનાવી(Best made paperbags from West) બાળકોને હંમેશા સારું શિક્ષણ અને પ્રેરણા આપી(Teaching and inspiring) રહ્યા છે. તેમને કવિઝ સ્પર્ધામાં વિધાયાર્થીઓને પણ 300 ઉપરાંતના પ્રમાણપત્રો અપાવ્યા વૈશાલી બેનને સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનપત્રો અપાયા છે.
બાળકોને હંમેશા સારા કાર્યોનું શિક્ષણ અને પ્રેરણા આપી - મહેસાણાના શિક્ષિકા વૈશાલી પંચાલની શ્રેષ્ઠ કામગીરી કેરળના રાજ્યપાલને હસ્તે શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો શૈક્ષણિક અને સામાજિક સેવા કર્યો માટે જિલ્લાનું ગૌરવ બન્યા છે વૈશાલીબેન પંચાલ પ્લાસ્ટિક મુક્ત ભારત અભ્યાનને આગળ ધપાવતા વેસ્ટ માંથી બેસ્ટ કરી પેપર બેગો બનાવી બાળકોને હંમેશા સારા કાર્યોનું શિક્ષણ અને પ્રેરણા આપી રહ્યા છે તેમને કવિઝ સ્પર્ધામાં વિધાયર્થીઓને પણ 300 ઉપરાંતના પ્રમાણપત્રો અપાવ્યા. વૈશાલી બેનને સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનપત્રો અપાયા છે.
આ પણ વાંચો: દેશની આ કોલોની પાસે સ્વચ્છતા માટે અનેક ઉપાયો, વાંચો આ વિશેષ અહેવાલ
પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન - મહેસાણા જિલ્લાના શિક્ષિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન (Plastic Free India Campaign)અંતર્ગત પ્લાસ્ટિક વિનાની પેપર બેગ પ્રોજેકટની ઉત્તમ કામગીરી કરી શિક્ષણ સાથે સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ કરતા શાળાના બાળકો અને શિક્ષિકા વૈશાલીબેન પંચાલ વિશેષ કામગીરી બદલ અનેક સન્માન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
શિક્ષક બની સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું કાર્ય કરતા - તાજેતરમાં અચલા ફાઉન્ડેશન દ્વારા રાજ્યના 50 જેટલા શૈક્ષકો પૈકી 10 શ્રેષ્ઠ શિક્ષકોને પસંદ કરી સન્માનિત કરાયા હતા. જેમાં મહેસાણા જિલ્લાની મોટીદાઉ અનુપમ પ્રાથમિક શાળાના (Motidau Anupam Primary School)શિક્ષિકા વૈશાલીબેન પંચાલને પણ કેરળના રાજ્યપાલના હસ્તે રહયા ચોથા ક્રમે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. આ શિક્ષિકાએ પોતાના પિતાની પ્રેરણાથી શિક્ષક બની અત્યાર સુધીમાં સતત શિક્ષણ અને સામાજિક પ્રવૃતિઓ કરી સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું કાર્ય કરતા(Nation building work) તેમને નારી ગૌરવ રત્ન, વુમન્સ ઇન્સપાયર એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિતના વિવિધ સન્માન પ્રાપ્ત થયા છે જેઓએ પોતાની શાળા અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સાથે જ તેમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો: દેહરાદૂનની આસ્થા પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણ માટે આ કામ કરી રહી છે !
તે બેગો મેડિકલ સ્ટોર પર નિઃશુલ્ક આપવામાં આવી - વૈશાલીબેન પંચાલ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કોરોના કાળમાં પ્રથમ પ્રોજેકટ શરૂ કરી પેપર બેગ નિર્માણનું કાર્ય કરાયું જેમાં બાળકોને પણ ઘરે બેઠા વિડીયો મોકલી પેપર બેગ બનાવતા શીખવી અને વેસ્ટ માંથી બેસ્ટ કરતા 900 ઉપરાંતની પેપર બેગ તૈયાર કરી તે બેગો મેડિકલ સ્ટોર પર નિઃશુલ્ક આપવામાં આવી. બાળકોને ચિત્ર સ્પર્ધા વકૃતવ સ્પર્ધા જેવી વિવિધ એક્ટિવિટીમાં જોડી સરકારી શાળામાં બાળકો શિક્ષણ મેળવવા આકર્ષાય તેવા પ્રયાસ કરેલ.