મહેસાણા: વિસનગર માર્કેટયાર્ડ દ્વારા તાલુકાની જનતાને અકસ્માત કાળે આર્થિક રીતે મદદરૂપ થવા અકસ્માત વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. જોકે, વીમા કંપનીઓ દ્વારા લાંબા સમયથી લાભાર્થીઓને લાભ મળ્યો ન હતો, ત્યારે APMC દ્વારા પોતાના કાનૂની માર્ગદર્શકની મદદ લઇ ગ્રાહક સુરક્ષામાં તકરાર દાખલ કરી વિમાન ક્લેઇમ પૈકી 22 ક્લેઇમના કેસોનું યોગ્ય નિરાકરણ લાવી 22 જેટલા લોકોના અકસ્માત કાળે મૃત્યુ થતા તેમના પરિવારોને 62 લાખ ઉપરાંતની આર્થિક વીમા સહાય આપવામાં આવી છે.

