વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર 6 જુલાઈથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
- વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અનલોક- 2માં ખુલ્લું મુકાયું
- રાણીની વાવ અને મોઢેરા સૂર્ય મંદિર બન્ને ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ ખોલવા અપાઇ મંજૂરી
- કોરોનાના કહેરને કારણે અનેક પ્રવાસન સ્થળો પર લગાવાયો હતો પ્રતિબંધ
મહેસાણાઃ હાલમાં કોરોનાના કહેર વચ્ચે વિશ્વના અનેક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે હવે અનલોક- 2માં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલા ઐતિહાસિક સ્મારકોને 6 જુલાઈના રોજ પ્રવાસીઓ માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ પાટણમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ તેમજ મહેસાણાના મોઢેરામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.