મહેસાણા -સામાન્ય રીતે સ્ત્રીઓનું જીવન ઘરના ઉમરોટ સુધી સીમિત રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માની તેમને શિક્ષિત અને દીક્ષિત બનવવા સ્ત્રીસશક્તિકરણની મુહિમ (Women Empowerment in mehsana) ઉપાડતા આજે મહિલાઓ અનેક ક્ષેત્રે કાઠું કાઢી રહી છે. જેમાં આત્મનિર્ભર ભારતના (Atamnirbhar Womens) અભિગમ થકી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ ગવાડા (Gawada village of Mehsana) ગામે સખીમંડળની ગૃહિણી બહેનોએ આત્મનિર્ભર બનાવ ગૃહઉદ્યોગની (Gawada Sakhi Mandal Home Industry) શરૂઆત કરતા 22 જેટલી બહેનો આજે તાલીમ મેળવી ખાખરા, પાપડ, અથાણાં, ચકરી જેવા અનેક ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરી જાતે જ તેનું માર્કેટિંગ અને વેચાણ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં આત્મનિર્ભર મહિલાઓનું કરાયું સન્માન
3 માસ પહેલાં શરુ થયું યુનિટ -આજે આ સખીમંડળના યુનિટને શરૂ થયે 3 માસ વીત્યા છે અને દર મહિને થતી આવકમાંથી પ્રત્યેક મહિલાઓને તેમની મહેનતના પૈસા પગાર રૂપે આપવામાં આવે છે જે પગારની રકમ મહિલાઓ આ મોંઘવારીના જમાનામાં (Inflation) પોતાના અને પરિવારના ગુજરાન માટે ઉપયોગ કરી સ્વાભિમાનભર્યું જીવન જીવતા આત્મનિર્ભર (Atamnirbhar Womens) બની છે.
આ પણ વાંચોઃ Women Empowerment in Tapi : કોની મદદથી આ ગામની 15થી વધુ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર?
વિવિધતામાં એકતાનું ઉદાહરણ -આ મંડળની મહિલાઓમાં ઊંચનીચ કે જાતિજ્ઞાતિનો ભેદભાવ નથી. એક જૂથ થઈ કામ કરતી હોઈ અહીં વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. આમ આજે ગવાડા ગામની આ મહિલાઓ આત્મનિર્ભર ભારત (Atamnirbhar Womens) અને સ્ત્રીસશક્તિકરણની મુહિમ માટેનો એક સફળ હિસ્સો સાબિત થઈ છે.