- ખેરાલુના નાનીવાડા પાસે કારની ટક્કરે બાઇક સવાર કાકા- ભત્રીજાનું મોત
- ખેતરમાંથી ઘરે પરત જતા બાઇક ચાલકને નડ્યો અકસ્માત
- અકસ્માતમાં બે લોકોના મોત થયાં
મહેસાણા: જિલ્લામાં તાજેતરમાં અકસ્માતની ઘટના પર જો નજર કરીએ તો જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા નાનીવાડા ગામ નજીક એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બ લોકોના મોત થયા છે. તો કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં કોરોના બેકાબૂ, આજે વધુ 91 કેસ નોંધાયા
અકસ્માત બાદ કાર મૂકી ચાલક ફરાર થયો, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે ખેતરેથી પરત ફરી રહેલા યુસુફ પરમાર તેમના ભત્રીજા રિઝવાન સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યાં ખેતરમાંથી બાઇક રોડ પર લઈ આવતા પુરપાટ ઝડપે આવતી એક કાર નમ્બર GJ 02 CP 6935ના ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર કાકા- ભત્રીજો ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. તો બાઇકને પણ ભારે નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં બાઇક સવાર બન્ને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું, ત્યારે ખેરાલુ પોલીસે અકસ્માત અંગે જાણ થતાં બન્ને મૃતકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત સર્જીને ફરાર થનારા કાર ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી વધુ તપાસ હાથ ધરી છે.