ETV Bharat / state

મહેસાણામાં વિજાપુર- હિંમતનગર હાઇવે પર ટ્રેલર ઉભેલી ટ્રક સાથે ટકરાયું, એકનું મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર- હિંમતનગર હાઇવે રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલરે એક ઉભેલી ટ્રકને ટક્કર મારતા એકનું મોત થયું હતું.

Mehsana News
Mehsana News
author img

By

Published : May 23, 2021, 10:53 PM IST

  • વિજાપુર- હિંમતનગર હાઇવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ટ્રેલરની ટક્કરે ચાલકનું મોત, ટ્રેલર ચાલક ફરાર
  • વિજાપુર પોલિસે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

મહેસાણા : વિજાપુર- હિંમતનગર હાઇવે રોડ ઉપર હિંમતનગર તરફથી આવી રહેલી ટ્રેલરના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ઉભી રહેલી ટ્રક તેમજ કોમ્પલેક્ષના પાસેના વીજ ડીપી સાથે અથડાતા એકનુ સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. મોડી સવારે બનેલી ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં જોવા માટે ટોળે વળ્યાં હતા.

મહેસાણા
મહેસાણા

આ પણ વાંચો : પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને મોકલ્યો

પોલીસ દ્વારા આ ઘટનાની જાણ થતાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે ટ્રેલરનો ડ્રાયવર નાસી જતા પોલીસે પંચનામું કરી મૃતકના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને મોકલી આપી અકસ્માત સર્જનારા ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.