જગત જનની માં જગદંબાના ભાદરવી પૂનમનાં મેળામાં લાખો પદયાત્રીઓ આવે છે. ત્યારે, મહેસાણા પંથકથી પણ ભક્તો પગપાળા જઈ રહ્યા છે. આ યાત્રાળુઓની યાત્રામાં મેધરાજા પણ ભાગીદાર બન્યા છે.
કોઈક યાત્રાળુ માટે વરસાદ અવરોધ તો કોઈક યાત્રાળુ માટે મજાની મોસમ બન્યો છે, ત્યારે વરસાદને માણતા અને માતાજીનાં ભક્તો પાણીથી બચાવતા સંઘના આયોજકો અને પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ લઇ અંબાજી ભાદરવી પૂનમનાં મેળાની ઉજવણીમાં જય અંબેના નાદ સાથે જઈ રહ્યા છે. જ્યારે પદયાત્રીઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, માતાજીનાં મેળામાં જઈ દર્શન કરવો જે એક લ્હાવો હોય છે. પદયાત્રા એતો મનોરંજન સાથે ભક્તિની મોજ છે. જેમાં હજ્જારો લોકો રસ્તા પર ચાલતા હોય ત્યારે, રસ્તો સરળતાથી કપાઈ જાય છે. જોકે યાત્રાળુઓની આ જાત્રામાં સેવા ભાવિ સંસ્થાઓ અને વ્યક્તિઓ કોઈ પૈસા તો કોઈ સમય ફાળવી ચાલતા ચાલતા થાકેલા કે બીમાર પડેલા યાત્રાળુની સેવા અને સારવાર કરી માતાજીનાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.