વિસનગરમાં ભાડાના મકાનમાં રહેતી રેશ્મા નામની યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે મળી ઉનજ ગંજ બજારમાં ખેતીના પાકને વેચવા આવેલ ધનિક ખેડૂતને ટાર્ગેટ કરી હની ટ્રેપનું પ્લાનિંગ કર્યુ હતું. જેમાં ભોગ બનનાર 45 વર્ષીય ખેડૂતને ફોન કરી ભાડાના મકાનમાં બોલાવી પોતાની સ્ત્રી સાથી મિત્ર સાથે મોબાઈલમાં ફોટો અને વીડિયો બનાવી અન્ય પુરુષોની મદદ લઇ ખેડૂતને ધમકી આપી બ્લેકમેલિંગ કરી 4 લાખ રૂપિયા પડાવ્યા હતા.
જો કે, હનીટ્રેપના કાવતરબાજોની લાલચ પુરી ન થતા વધુ 6 લાખની માંગણી કરાઈ હતી. ત્યારે ખેડૂતને પોતાની સાથે ખોટું થતું હોવાની જાણ થતાં વિસનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફોન પર મિત્રતા કેળવાનાર રેશ્મા, સાથી પુરુષ મિત્ર વસીમ ,સાથી સ્ત્રી મિત્ર દિવ્યા પ્રજાપતિ અને તેનો પણ પુરુષ મિત્ર ઇમરાન ઉપરાંત ખેડૂતના જ ગામના બે શખ્સો રહીમ અને રેમાઆમદ થેબાએ મળી કુલ 7 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરીયાદને આધારે રેશ્માના પુરુષ મિત્ર વસીમની વિસનગરથી જ ઘટનાના ગણતરીના કલકોમાં અટકાયત કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ઘટનામાં ફરાર બે યુવતીઓ સહિત 6 આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.