- મહેસાણામાં વિસનગરના ગોઠવા ગામમાં અકસ્માત
- ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થતા એક યુવકનું ઘટનાસ્થળે મોત
- વિસનગર તાલુકા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
મહેસાણાઃ વિસનગરના તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને વિસનગર બજારમાં કપડાનો વ્યવસાય કરતા યુવા વેપારી ઉર્વિશ પ્રહલાદભાઈ પટેલ પોતાના વેપાર ધંધાર્થીની ઉઘરાણી માટે નીકળ્યો હતો. તે દરમિયાન ગોઠવા ગામમાં તેની અલ્ટો કાર આગળ જતાં પૂળા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ કાર ટકરાતા કારચાલક વેપારી 32 વર્ષીય ઉર્વીશ પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો- વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
વિસનગર તાલુકા પોલીસમથકે નોંધાઈ ફરિયાદ
વિસનગરના વેપારીનો ગોઠવા ગામમાં અકસ્માત થયો હોવાની જાણકારી મળતા તાલુકા પોલીસમથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.
આ પણ વાંચો- સુરત બારડોલી રોડ પર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ છતાં યુવકોનો ચમત્કારિક બચાવ
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસે તપાસ કરતા અલ્ટો કાર ટ્રેક્ટરની ટ્રોલીની પાછળની બાજુ કાર ટકરાતા કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાની માહિતી સામે આવી હતી, જેને લઈ પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.