ETV Bharat / state

કડીના દેઉસણા ગામે પતિની હત્યા કરનાર પત્ની ઝડપાઇ - Near Mehsana Kadi, the husband's murdered wife was arrested

મહેસાણા : કડીમાં એક પત્નીએ પતિની ઘાતકી હત્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખતી પત્નીએ પોતાના પતિની હત્યા કરીને મૃતદેહને ખેતરની ઓરડીમાં દાટી દીધો હતો. તે ઉપરાંત પતિની હત્યા છુપાવવા પોતે 5 દિવસ સુધી સામાન્ય રહેવાનો ડોળ કરીને પતિના ગુમ થયાની અરજી પણ આપી હતી.

mehsana
મહેસાણા
author img

By

Published : Jan 7, 2020, 4:16 AM IST

મહેસાણાના કડી નજીક દેવુંસણા ગામમાં રહેતો 40 વર્ષીય ઠાકોર લક્ષ્મણજી છનાજીની તેની 40 વર્ષીય પત્ની હીરાબેન ઠાકોરે હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ઠાકોર લક્ષ્મણજી છનાજી કડીના દેવુસણા ગામે પોતાની પત્ની ઠાકોર હીરાબેન અને 3 બાળકો સાથે ખેત મજૂરી કામ કરી રહેતો હતો.

કડીના દેઉસણા ગામે પતિની હત્યા કરનાર પત્ની ઝડપાઇ

30 ડિસેમ્બરે લક્ષ્મણજી અચાનક ગુમ થઈ જતા તેની પત્નીએ તેની જાણ પોલીસને કરી હતી. ત્યારે 5 જાન્યુઆરીએ મોડી સાંજે દેવુસણા ગામના એક ખેતરમાં એક ઓરડીમાંથી આવતી દુર્ગંધ અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી હતી. જેમાં ઓરડીમાંથી માટીનો ઢગ હટાવતા ત્યાંથી 5 દિવસથી ગુમ થયેલ અને જમીનમાં દાટેલી લક્ષ્મણજીનો મૃતદેહ મળી આવ્યો હતો.

જેના આધારે પોલીસને હીરાબેન ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં હીરાબેને આખરે પોતે કરેલો ગુનો કબૂલ્યો હતો. છેલ્લા એક વર્ષથી પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખીને બંને વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. જેથી કંટાળી હીરાબેને લક્ષ્મણજીના માથા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ મૃતદેહને ઓરડીમાં ખાડો ખોદી દાટી દીધો હતો.

સમગ્ર ઘટનાની મૃતક લક્ષ્મણજીના ભાઈ નટુજી છનાજી ઠાકોરે કડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા આરોપી હીરાબેન લક્ષ્મણજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:

કડીના દેઉસણા ગામે ગુમ પતિની હત્યા કરેલી લાશ જમીન માંથી મળી, પોલીસ તપાસમાં પતિની હત્યા કરનાર પત્ની ઝડપાઇBody: મહેસાણાના કડીમાં એક પત્ની એ જ પતિની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખતી પત્નીએ પોતાના પતિની જ હત્યા કરીને ખેતરની ઓરડીમાં દાટી દીધી. એટલું જ નહીં, પતિની હત્યા છુપાવવા પોતે 5 દિવસ સુધી સામાન્ય રહેવાનો ડોળ કરીને, પતિના ગુમ થયાની અરજી પણ આપી દીધી. જુઓ આ સમગ્ર અહેવાલ, અને જાણો કેવી રીતે હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો...

મહેસાણાના કડી નજીક દેવુંસણા ગામમાં રહેતો 40 વર્ષીય ઠાકોર લક્ષ્મણજી છનાજી ને કયા ખબર હતી કે તેની જિંદગીનો અંત એ જ પત્ની લાવશે કે જે પત્ની સાથે તેને સાત સાત જન્મ એક સાથે જીવવા વચન લીધા હતા. તેની 40 વર્ષીય પત્ની હીરાબેન ઠાકોરે જ તેની હત્યા કરી નાખી. સમગ્ર ઘટનાની ફરિયાદ મુજબ જોઈએ તો, ઠાકોર લક્ષ્મણજી છનાજી કડીના દેવુસણા ગામે પોતાની બીજી પત્નિ ઠાકોર હીરાબેન અને 3 બાળકો સાથે ખેત મજૂરી કામ કરી રહેતો હતો. ગત 30 ડિસેમ્બરે લક્ષ્મણજી અચાનક ગુમ થઈ ગયો જેની જાણ તેની પત્નીએ જ પોલીસને 3 જાન્યુઆરીએ જાણવા જોગ ફરિયાદ આપીને કરી. ત્યારે 5 જાન્યુઆરીએ મોડી સાંજે દેવુસણા ગામના એક ખેતરમાં એક ઓરડીમાંથી આવતી દુર્ગંધ અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી. ઓરડીમાં માટીનો ઢગ હટાવતા ત્યાંથી 5 દિવસથી ગુમ થયેલ અને જમીનમાં દાટેલી લક્ષ્મણજી ની લાશ મળી. જેના આધારે લક્ષ્મણજી ની પત્ની ઉપર શંકા જતા પોલીસે હીરાબેન ની સઘન પૂછપરછ શરૂ કરી. જેમાં હીરાબેન એ આખરે પોતે કરેલો ગુનો કબૂલ્યો. અને પોતે પોતાના પતિ ઉપર છેલ્લા એક વર્ષથી પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખીને તકરાર થતી હતી. જે થી કંટાળી હીરાબેને જ લક્ષ્મણ જીના માથા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. અને લક્ષ્મણજી ની લાશને તે જ ઓરડીમાં ખાડો ખોદી દાટી દીધી હતી.

બાઈટ - ઓ એમ દેસાઈ, પી.આઈ., કડી પોલીસ સ્ટેશન

સમગ્ર ઘટનાની મૃતક લક્ષ્મણજીના ભાઈ નટુજી છનાજી ઠાકોરે કડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા આરોપી હીરાબેન લક્ષ્મણજી ઠાકોર ની કડી પોલીસે ધરપકડ કરી હતી. અને તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, એક પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી અને બાદમાં તે હત્યા છુપાવવા હીરાબેન પોતે જ પતિના ગુમ થયાની અરજી આપે છે એટલું જ નહીં, પોતે પાંચ દિવસ સુધી હત્યાની જગ્યા ની ઓરડી પર રોજ ઘરેથી અવર.જવર.પણ કરતી હતી. અને સામાન્ય રહેવાનો ડોળ પણ કરતી હતી. જો કે, પોલીસની શંકા હીરાબેન પર જતાં તેની સઘન પૂછપરછ દરમ્યાન હીરાબેને કરેલ ગુનો તેણીએ કબૂલી લીધો હતો. અને પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.Conclusion:બાઈટ - ઓ એમ દેસાઈ, પી.આઈ., કડી પોલીસ સ્ટેશન

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.