ETV Bharat / state

કડી દેત્રોજ રોડ પર વાપરેલી PPE કીટ કેનાલ પાસેથી મળતા તર્ક-વિતર્ક સર્જાયો - પ્રદુષણ

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં દેત્રોજ રોડ પર આવેલી કેનાલ પાસેથી વપરાશ કરેલી PPE કીટ જાહેરમાં ફેંકેલી મળી આવી છે. જેથી અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયાં છે.

ETV BHARAT
કડી દેત્રોજ રોડ પર વાપરેલી PPE કીટ કેનાલ પાસેથી મળતા તર્ક-વિતર્ક સર્જાયો
author img

By

Published : Dec 6, 2020, 8:52 PM IST

  • દેત્રોજ રોડ પર કેનાલની બાજુમાં PPE કીટ મળી આવી
  • વેસ્ટમા નાખવામાં આવતી PPE કીટ મળી આવી
  • કોરોના સમયે મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ જરૂરી છતાં બેદરકારી સામે આવી
  • આ PPE કીટ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બને તો જવાવદર કોણ?

મહેસાણાઃ મહેસાણા જિલ્લો રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલનો જિલ્લો કહેવામાં આવે છે, ત્યારે અહીંની આરોગ્ય સેવા અને તકેદારી માટે તંત્ર ખૂબ ચિંતિત હોય છે. આમ છતાં આજે ક્યાંક તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે તેવી ઘટનાઓ સતત કડી ખાતે જોવા મળી રહી છે. જેમાં ક્યાંક હોસ્પિટલોનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે, તો તાજેતરમાં દેત્રોજ રોડ પર આવેલી કેનાલ પાસેથી વપરાશ કરેલી PPE કીટ મળી આવી છે.

PPE કીટને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા

કડી ખાતે રોજબરોજ મેડિકલ વેસ્ટ મામલે સ્થાનિક આરોગ્ય અને પ્રદુષણ નિયંત્રણ તંત્ર નિંદ્રાધીન રહ્યું હોય તેમ છાસવારે જાહેર જગ્યાઓ પર જોખમી રીતે મેડિસીનો અને મેડિકલ વેસ્ટ નિકાલ કરાયેલો જોવા મળે છે, તેવામાં તાજેતરમાં કડીથી દેત્રોજ જતા રોડ પર નર્મદા કેનાલ પાસે રાહદારીઓને કોરોનામાં વપરાતી PPE કીટ જાહેરમાં રખડતી જોવા મળી હતી. આ કીટ જોતા તે કોઈ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન પહેરીને બાદમાં ફેંકવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લાગવાવમાં આવ્યું છે, ત્યારે હાલમાં વધતા કોરના સંક્રમણ વચ્ચે આ કીટ આ રીતે મોટું જોખમ ઉભું કરી રહી છે. જો કે, કડી પંથકમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી સામાન્ય નાગરિકોના માથે આરોગ્યનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે કડીનું નિંદ્રાધીન તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.