મહેસાણાઃ જિલ્લામાં આવેલા મંડાલી ગામની સીમમાં પશુઓનું કતલખાનું શરૂ થયું હોવાની બાતમી મળતા લાંઘણજ પોલીસે ઘટના સ્થળે રેડ કરી 73 પશુઓને મોતના મુખમાં જતા બચાવી લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના અમદાવાદ મહેસાણા હાઇવે પર મંડાલી ગામની સિમમાં આવેલા ONGCના વેલ નજીક એક વાડામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે પશુઓ લાવી કતલ કરાતું હોવાની બાતમી મહેસાણા પોલીસને મળતા લાંઘણજ પોલોસે મોડી રાત્રીએ ઘટના સ્થળે પહોંચી દરોડા પાડતા સ્થળ પર થી 67 પાડા અને 6 પાડીઓ મળી કુલ 73 પશુઓ જીવિત મળી આવ્યા હતા, જ્યારે 3 શખ્સો દ્વારા 14 જેટલા પશુઓનું કતલ કરાયું હોઈ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે. ઘટના સ્થળે થી કતલ માટે વાપરવામાં આવેલા તિક્ષણ હથિયાર સાથે 1 ટ્રક, 2 ટેમ્પો અને 1 કાર સહિત 4 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, તેમજ ઘટનામાં 4 પૈકી 3 આરોપીઓને હાલમાં પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે જ્યારે મુખ્ય સૂત્રદ્ધાર જાવેદ ફરાર થવામાં સફળ રહેતા પોલીસે સમગ્ર ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.