- મહેસાણામાં શાળાઓ શરૂ
- જિલ્લાની 350 જેટલી શાળાઓ ખુલી
- રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે બાળકોનો ઉત્સાહ વધાર્યો
મહેસાણાઃ જિલ્લામાં સરકારના આદેશ અને સૂચનાઓ મળતા જિલ્લાની 350 જેટલી શાળાઓ ખુલી હતી. જેમાં કોરોના ગાઈડલાઇન અનુસરીને વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરાયું છે. ત્યારે મહેસાણાની શાળામાં બપોરના સમયે ધોરણ 10ના વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા.

રાજસભાના સાંસદ જુગલજી ઠાકોરે શાળાની રૂબરૂ મુલાકાત લીધી
જિલ્લામાં સોમવારથી શરૂ થયેલી શાળાઓ અને શિક્ષણ કાર્ય પર નજર કરવા રાજસભાના સાંસદ જુગલજી ઠાકોરે શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્સાહ વધાર્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા પુરી કાળજી રાખવામાં આવશે

ETV ભારત સાથે વાતચીત કરતા સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું કે, સરકારે શાળા શરૂ કરતાં વિદ્યાર્થીઓ ખુશીની લાગણી સાથે શાળાએ આવ્યા છે અને અહીં તેમના રક્ષણ માટેની કીટ અપાઈ છે. તો અન્ય રાજ્યમાં શાળાઓ શરૂ થતાં જે શિક્ષકો વાઇરસથી સંક્રમીત થયા છે તેને જોતા અહીં આરોગ્ય વિભાગ દ્વારા પુરી કાળજી રાખવામાં આવશે અને શાળામાં આરોગ્ય ચકાસણી કરવામાં આવશે સહિતની માહિતી પૂરી પાડી હતી.