ETV Bharat / state

વિસનગરમાં કોરોના મહામારી વચ્ચે 1 રૂપિયામાં લગ્નનું આયોજન - વિસનગરમાં થયા એક રૂપિયામાં લગ્ન

કોરોના વાયરસની મહામારી વચ્ચે મહેસાણાના વિસનગર ખાતે 700 પાટીદાર સમાજના દ્વારા સમાજના પરિવારો પર લગ્નેતર પ્રસંગોના ખર્ચનો ભાર ન પડે તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યા છે. આ પ્રસંગમાં સરકારની કોરોના વાઇરસની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આયોજકોએ સુંદર આયોજન કરી અનેક પરિવારનો આર્થિક ખર્ચ બચી જાય તે માટેનો પ્રયાસ કર્યો છે.

વિસનગરમાં કોરોના મહામારી વચ્ચે થયા એક રૂપિયામાં લગ્ન

author img

By

Published : Oct 25, 2020, 5:18 PM IST

  • કોરોના મહામારી વચ્ચે પાટીદાર સમાજ આવ્યો દિકરીઓને વ્હારે
  • 1 રૂપિયાના ટોકનમાં લગ્ન કરાવવાની કરી નવી પહેલ
  • સરકારી ગાઈડલાઈનના પાલન સાથે લગ્નનું આયોજન

મહેસાણા: વિસનગર ખાતે 700 પાટીદાર સમાજના દ્વારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે સમાજના પરિવારો પર લગ્નેતર પ્રસંગોના ખર્ચનો ભાર ન પડે તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યા છે. આ પ્રસંગમાં સરકારની કોરોના વાઇરસની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આયોજકોએ સુંદર આયોજન કરી અનેક પરિવારનો આર્થિક ખર્ચ બચી જાય તે માટેનો પ્રયાસ કર્યો છે.

વિસનગરમાં કોરોના મહામારી વચ્ચે થયા એક રૂપિયામાં લગ્ન

વિસનગરમાં થયા એક રૂપિયામાં લગ્ન
માત્ર 1 રૂપિયાના ટોકનમાં લગ્ન કરાવી આપવાના આ આયોજનમાં આયોજકો દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. લગ્ન કરાવવા માટે નોંધણી કરનાર વર અને કન્યા પક્ષે પોતાના ઘરે સત્કાર સમારંભ કે વરઘોડા સહિત કોઈપણ પ્રકારના કાર્યક્રમોના આયોજનની મનાઈ ફરમાવી છે. જેથી ખોટા ખર્ચ બચી શકે તેમજ કોરોના વાઇરસનું સંક્રમણ પણ અટકાવી શકાય છે. આ પ્રકારના આયોજનને જોતા સમાજના અગ્રણીઓએ પણ આ કાર્યને પ્રેરણાદાયક ગણાવ્યું છે.

આ પ્રકારના લગ્ન કરાવવાનો મુખ્ય હેતુ મદદ અને કોરોનાના સંક્રમણને અટકાવવો
સમગ્ર આયોજનમાં કોરોના સંક્રમણ અટકે અને સમાજના પરિવારો પર આર્થિક ભારણ ન પડે માટે સામાજિક આગેવાનોના સહકારથી 700 પાટીદાર સમાજ દ્વારા અત્યારસુધી 18 ઇન્કવાયરી અને 4 વરઘડિયાઓની લગ્ન તારીખો નોંધવામાં આવી છે. જેમાં વર કન્યાની ઈચ્છા મુજબની તારીખે લગ્ન કરી આપવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.