મહેસાણાઃ ગુજરાત સરકારના સહયોગથી ગણપત યુનિવર્સિટી ખાતે સ્માર્ટ ગુજરાત ફોર હેકથોનનું આયોજન કરાયું છે. જેમાં 1111 વિદ્યાર્થીઓની 203 ટીમો બનાવી ઇન્ડસ્ટ્રીઝ સહિતના ક્ષેત્રમાં રહેલી અડચણોના નિરાકરણ માટે 83 જેટલા વિવિધ પ્રોજેક્ટ બનાવાયા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા 36 કલાકની સમય મર્યાદામાં વિવિધ પ્રોજેકટ નિર્માણ કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ પ્રોજેકટ બનાવનારા સ્પર્ધકોને સન્માનિત કરાશે. આ સાથે IIM બેંગ્લોરના એક્સપર્ટ નાગારાજ પ્રકાશમ દ્વારા પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સાયબર અવરનેશની માહિતી આપી સ્માર્ટ બનવા અને રાષ્ટ્રને સ્માર્ટ અને સિક્યુર સાથે સુવિધાયુક્ત બનવવા સૂચનો કરાયા હતા.
ડિજિટલાઈઝેશન અને સ્માર્ટ બનતી દુનિયામાં વિદ્યાર્થીઓ અને યુવાઓ આગળ વધે અને ગેમિંગ કે અન્ય વ્યર્થ પ્રવૃતિઓ છોડી સ્માર્ટ રાષ્ટ્રના નિર્માણમાં આગળ વધે તેવી અપીલ કરાઈ છે.