ETV Bharat / state

ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા મહેસાણામાં કિસાન સંમેલન યોજાયું - શારદાબેન પટેલ

એક તરફ દિલ્હીમાં ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપે હવે ખેડૂતોને નવા કૃષિ કાયદાની સમજ આપવા મોટા મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે. મહેસાણાના વિજાપુરમાં કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રિય પ્રધાન પુરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ આવ્યા હતા.

ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા મહેસાણામાં કિસાન સંમેલન યોજાયું

author img

By

Published : Dec 18, 2020, 4:10 PM IST

  • મહેસાણાના વિજાપુરમાં યોજાયું કિસાન સંમેલન
  • કેન્દ્રિય પ્રધાન પુરસોત્તમ રૂપાલા સંમેલનમાં જોડાયા
  • સાંસદ જુગલજી ઠાકોર, શારદાબેન પટેલ, મહામંત્રી કે. સી. પટેલ રહ્યા ઉપસ્થિત
  • મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરના ખેડૂતો પણ સંમેલનમાં આવ્યા
    ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા મહેસાણામાં કિસાન સંમેલન યોજાયું
    ગુજરાતના ખેડૂતોને નવા કૃષિ બિલના ફાયદા ગણાવવા મહેસાણામાં કિસાન સંમેલન યોજાયું

મહેસાણાઃ ગુજરાતમાં નવા કૃષિ કાયદાની સમજ આપવા માટે હવે ભાજપે મોટા મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે. આ નેતાઓ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને નવા કાયદાની સમજણ આપશે. આને લઈને મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાનું કિસાન સંમેલન યોજાયું છે. આમાં મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં આ સંમેલનમાં જોડાયા હતા. જેમાં કેન્દ્રિય કૃષિ પ્રધાન પુરષોતમ રૂપાલાએ હાજરી આપી હતી. તેમ જ સરકારના નવા કૃષિ બિલથી ખેડૂતોનું હિત થશે તેવી માહિતી પૂરી પાડી હતી.

ગુજરાતના ખેડૂતો વિરોધના વંટોળથી દૂર રહે તેવો ભાજપે પ્રયાસ શરૂ કર્યો

એક તરફ જ્યાં સરકારના નવા કૃષિબીલ મામલે સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ખેડૂતો સાચી સમજ મેળવી વિરોધ વંટોળથી દૂર રહે માટે મહેસાણાના વિજાપુર ખાતે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું સંયુક્ત કૃષિ સંમેલન યોજાયું હતું. ખેડૂતોને નવા કૃષિ બિલ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી છે. કૃષિ પ્રધાન સહિત જિલ્લા ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને પ્રદેશ ભાજપના નેતાઓ જોડાઈ ખેડૂતોને કૃષિ બિલ મામલે વિરોધ ન કરી સરકારને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.