ETV Bharat / state

મહેસાણામાં એક કારમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં - A fire broke out in a car in Mataji's Chowk with a toran

મહેસાણામાં આવેલા તોરણ વાળી માતાજીના ચોકમાં નગરસેવકની કાર રસ્તામાં જ એકા એક સળગવા લાગી હતી. ત્યારે આગને પગલે કારમાં સવાર ચાલક સહિતનાઓ સતર્કતા દાખવી બહાર નીકળવામાં સફળ રહેતા તેમનો આબાદ બચાવ થયો હતો.

મહેસાણામાં એક કારમાં આગ લાગી
મહેસાણામાં એક કારમાં આગ લાગી
author img

By

Published : Nov 5, 2020, 1:38 AM IST

  • મહેસાણામાં એક કારમાં આગ લાગી
  • કાર ચાલક સહિતનાઓનો આબાદ બચાવ
  • ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

મહેસાણાઃ રાજ્યમાં બુધવારે અગ્નિદેવનો પ્રકોપ છાયો હોય તેમ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મહેસાણા પણ બાકાત રહ્યું નથી. મહેસાણા ખાતે આવેલા તોરણ વાળી માતાજીના ચોકમાં બુધવારે નગરસેવકની કાર રસ્તામાં જ એકા એક સળગવા લાગી હતી. ત્યારે આગને પગલે કારમાં સવાર ચાલક સહિતનાઓ સતર્કતા દાખવી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જેથી તેમનો આબાદ બચાવ થયો હતો.

મહેસાણામાં એક કારમાં આગ લાગી
મહેસાણામાં એક કારમાં આગ લાગી

ગાડીનો આગળનો ભાગ બળી જતા ભારે નુકસાન

કારના બેનેટમાંથી શરૂ થયેલી આગમાં જોત જોતામાં વધારો થતા કારમાંથી ધુમાળાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. જો કે, ઘટના અંગે મહેસાણા ફાયર ફાઇટર ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ટીમે ઘટના સ્થળે દોડી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં લાગેલી આગ પાછળ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હતું, પરંતુ આગને પગલે ગાડીનો આગળનો ભાગ બળી જતા ભારે નુકસાન થયું છે. ત્યારે બીજી તરફ નામાંકિત કંપનીની કાર હોવાને કારણે જોનારા લોકોમાં આ કારમાં લાગેલી આગની ઘટના ચર્ચાસ્પદ બની હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.