- મહેસાણામાં 2020ના માર્ચ, એપ્રિલ અને મે માં 274 લોકોના કરાયા અંતિમ સંસ્કાર
- વર્ષ 2021માં આ જ ત્રણ મહિનામાં 1037 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
- ત્રણ મહિનાની સરખામણી કરતા મહેસાણામાં 76.3 ટકા મૃત્યુ દર વધ્યો
મહેસાણા: કોરોના મહામારીની બીજી લહેરમાં મૃતકોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. મહેસાણાની વાત કરવામાં આવે તો 2020માં માર્ચથી મે મહિના દરમિયાનમાં જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેની સામે વર્ષ 2021ના તે જ 3 મહિનામાં 763 વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
બન્ને વર્ષમાં મે મહિનો સૌથી વધુ ઘાતકીી રહ્યો
કોરોના મહામારી શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં અનેક લોકો મોતને ભેટ્યા હતાં. માત્ર મહેસાણા શહેરની વાત કરવામાં આવે તો મહેસાણા સ્મશાન ગૃહમાં વર્ષ 2020ના માર્ચ મહિનામાં 80, એપ્રિલમાં 94 અને મે મહિનામાં 100 મળીને કુલ 274 મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા છે. જ્યારે 2021ના માર્ચ મહિના 68, એપ્રિલમાં 432 અને મે મહિનામાં 537 મળીને કુલ 1037 જેટલા મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. આમ, બંન્ને વર્ષોની સરખામણીએ 2020 કરતા 2021માં 763 જેટલા વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયાં છે