મહેસાણાના નુગર પાસે થી ઝડપાયેલા ટેન્કરમાં 61 પૈકી 54 ગાયોના મોત
ગુરૂવાર રાત્રે ઝડપાયું હતું ગૌવંશ ભરેલું કન્ટેનર
કન્ટેનરમાં ગાયો ને દોરડાથી બાંધેલી હતી
મહેસાણા : નુગર ગામ નજીક થી પસાર થતા બાય પાસ હાઇવે પર પશુ ભરી જતું કન્ટેનર હોવાનું ગૌરક્ષકોને ધ્યાને આવતા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ બોલાવી તપાસ કરતા કન્ટેનરમાં નીતિનિયમો નેવે મૂકી ક્રૂરતા પૂર્વક પશુઓ ભરવામાં આવેલા નજરે પડ્યા હતા. ત્યારે કેટલાક પશુઓની હાલત બેભાન અવસ્થામાં હોવાનું જોવા મળતા કન્ટેનરને પાંજરા પોળ ખાતે લઈ મોકલી આપી પશુ ચિકિત્સકોની મદદ લેવામાં આવી હતી.
પશુઓના ગૂંગળાઈ જવા થી મોત થયાની આશંકા સાથે પોલીસ કાર્યવાહી
પશુ ચિકિત્સકો કન્ટેનર ખોલતા જ અંદર થી 61 પૈકી 54 પશુઓમાં ગાયો મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તો 6 ગાયોને સારવાર આપી બચાવી લેવામાં આવી છે.આ સમગ્ર ઘટના મામલે પશુપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તો યોગ્ય તપાસ કાર્યવાહીની માંગ ઉઠી છે.
પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની આશંકા
મહેસાણા બાયપાસ હાઇવે પર થી ઝડપાયેલા પશુ ભરેલા કન્ટેનર થી પોલીસ દોડતી થઈ ગઈ હતી. કન્ટેનર પકડી પાંજરા પોળ મોકલી આપેલ પરંતુ જ્યારે કન્ટેનરમાં એક સાથે 61 પશુ ભરવા અને તમને ચારા પાણી અને હવા ઉજાસની વ્યવસ્થા ન રાખી ખાનગી રીતે પરિવહન કરતા કન્ટેનર ચાલક સામે બેજવાબદારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ કન્ટેનર જપ્ત કરાયું છે તો પોલીસે આ પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની આશંકા સાથે ઊંડાણ પૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો :