- મહેસાણા બાળ સુધાર ગૃહના બાળકોએ મચાવ્યો હંગામો
- 5 બાળકોએ બારીના કાચ તોડ્યા
- પોલીસ ફરિયાદ નોંધાઈ
મહેસાણા: બાળ સુધાર ગૃહમાં સગીર અવસ્થામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને રાખવામાં આવે છે, પરંતુ આ બાળકોની માનસિકતા અત્યંત અકળામણ ધરાવતી હોવાથી તેઓ ઘણીવાર ભાગી છૂટવા, અંદરોઅંદર ઝઘડા, આપઘાત કરવાની ઘટનાઓને અંજામ પણ આપતા હોય છે.
તાજેતરમાં આ ગૃહમાં અહીં રાખવામાં આવેલા પાંચ જેટલા સગીરોએ બારીના કાચ તોડી પાડી હંગામો મચાવ્યો હતો. આથી ફરજ પરના અધિક્ષકે તેમને રોકવાનો પ્રયાસ કરતા આ સગીરોએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધી
અધિક્ષક સન્નીભાઈ પટેલ દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ધમકી આપી કાયદાના ઘર્ષણમાં આવનારા તમામ 5 સગીર સાગર હરીશ પાટીલ, રૂપેશ ઉર્ફે રૂપિયો સાલીક મરાઠે, જયેશ ઉર્ફે બાકરું યુવરાજ વાઘ, રાકેશ ઉર્ફે ગનીયો રાજુભાઇ પટણી અને ગણેશ બાપુભાઈ કોળી સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.