જિલ્લાના રામોસણા ગામેથી એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ ધાર્મિક યાત્રા માટે નીકળી હતી. શુક્રવારની રાત્રે અંબાજીથી મહેસાણા પરત ફરતી વખતે આંબાઘાટાના ઢાળ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 55 મુસાફરો પૈકી 45 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. એક 1નું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઈજાગ્રસ્તોને સતલાસણા અને દાંતા સહિતની 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડાયા હતાં. 20થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે. માટે હાજર તબીબોએ મહેસાણાથી સારવાર લેવા માટે સલાહ આપી છે.