- કડીના કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા કલેજ 3 તસ્કરોએ 3.20 લાખની તસ્કરીને આપ્યું અંજામ
- મોડી રાત્રે તસ્કરોએ કોલ્ડ સ્ટોરેજમાં કર્યો હાથ ફેરો
- તસ્કરોના તરખાટની સમગ્ર ઘટના CCTVમાં કેદ
- કડી તાલુકામાં ધુમાસણ ગામે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં 3.20 લાખની તસ્કરી
મહેસાણા: કડી તાલુકામાં એગ્રો કોલ્ડ સ્ટોરેજમાંથી 3.20 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. મધરાત્રે 1 વાગ્યાની આસપાસ બંડી ગેંગના અજાણ્યા શખ્સોએ કોલ્ડ સ્ટોરેજમાં પ્રવેશીને ઓફિસનું તાળું તોડીને પોતાના બદ ઈરાદા પાર પાડવા અંદરથી લાકડાના કબાટના ડ્રોવરમાં રોકડ રકમ રૂપિયા 3.20 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
સમગ્ર ઘટના CCTVમાં કેદ.!
કોલ્ડ સ્ટોરેજમાં બનેલી આ ઘટનામાં ટોર્ચની મદદથી ઓફિસના ટેબલ, કબાટના ડ્રોવરો ખોલી 3.20 લાખ જેટલી રકમ ચોરી કરતા ત્રણેય શખ્સો ઓફિસમાં લાગેલા CCTVમાં કેદ થયા હતા. જેથી ચોરીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ મેળવી પોલીસે તે આધારે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આસપાસના અન્ય 2 કોલ્ડ સ્ટોરેજોમાં પણ ગઇકાલે રાત્રે ચોરી થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. કડીના ઘુમાસણના કોલ્ડ સ્ટોરેજમાં ચોરીની ઘટનાને લઇ વેપારીએ અજાણ્યાં 3 શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : વડનગરમાં તસ્કરો બંધ મકાનમાંથી 150 કિલો વાળનો જથ્થો ચોરી ગયા