મહેસાણા: વડનગરના કરબટિયા ગામના રાજેશભાઇ રણછોડભાઈ પટેલ તેમના પત્ની વર્ષાબેન પટેલ અને બે દીકરીઓ હેની અને આસ્થા તેમજ તેમની માતા અંબાબેન સાથે કારમાં અંબાજી જઇ રહ્યા હતા.
અચાનક ખેરાલુ તાલુકાના નાનીવાડા પાટિયા પાસે તેમની કાર ઝાડ સાથે અથડાઇ હતી. જે બાદ તરત જ કારમાં આગ ભભૂકી ઉઠતા અંબાબેન અને બે દિકરીઓ આગમાં જીવતા ભુંજાયા હતા.

સ્થાનિકોને ઘટનાની જાણ થતા ભારે જહેમત બાદ કારચાલક રાજેશભાઇ અને તેમની પત્ની વર્ષાબેનને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
