ETV Bharat / state

મહેસાણા શહેરમાં 2 મોટા મેદાન ઉપરાંત 9 બગીચામાં છે રમત-ગમતની વ્યવસ્થા - 2 playgrounds and 9 gardens have facilities to play in mehsana

મહેસાણા શહેરમાં દિન પ્રતિદિન રહેણાંક વિસ્તાર વધી રહ્યો છે. ત્યારે રહેણાંક વિસ્તાર વધતા નાગરિકોની સંખ્યા પણ વધી જતાં શહેરમાં અગાઉ 3 બગીચા હતા, જે સમયાંતરે વધતા હાલમાં 9 જેટલા બગીચા તૈયાર કારાયેલા છે. જેમાં પણ નાની મોટી રમત-ગમત થઈ શકે તેવી વ્યવસ્થાઓ છે. આમ શહેરના જુદા જુદા વિસ્તારમાં 9 બગીચા અને 2 મોટા મેદાનની વ્યવસ્થા છે. જ્યાં ખેલાડીઓ રમત-ગમત થકી પોતાના તન અને મન પ્રફૂલ્લિત કરી શકે છે.

મહેસાણા શહેરમાં 2 મોટા મેદાન ઉપરાંત 9 બગીચામાં છે રમત-ગમતની વ્યવસ્થા

author img

By

Published : May 5, 2021, 3:07 PM IST

  • વર્ષોથી મહેસાણા શહેર વિસ્તારમાં રમત ગમત માટે 2 મેદાનો યથાવત છે
  • પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવે છે પ્રયત્નો
  • વિકાસની સાથે શું શહેરના રમત-ગામતના મેદાનો ગાયબ થઈ રહ્યા છે ?

મહેસાણા: હાલમાં મામલતદાર કચેરી પાસે આવેલ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે ખાસ સ્ટેડિયમ બનવવામાં આવી રહ્યું છે. જેમાં પણ વિવિધ રમતો રમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શહેરના 9 જેટલા બગીચાઓમાં પણ ફૂલ છોડની માવજત સાથે સફાઈનું પૂરતું ધ્યાન અપવામાં આવી રહ્યું છે. આ સાથે સ્પોર્ટ અને જીમના સાધનોની પણ વ્યવસ્થાઓ ઉભી કરાયેલી છે, પરંતુ હાલમાં કોરોના મહામારી ચાલી રહી હોવાથી આ તમામ રમત-ગમતના મેદાનો અને બાગ બગીચાઓ સુમસાન છે.

આ પણ વાંચો: કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર

અન્ય એક મેદાનનું હાલ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે

રમત-ગમત એ તન અને મન બન્નેને પ્રફૂલ્લિત બનાવે છે. ત્યારે સામન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક એવી છૂટછાટવાળી જગ્યાઓ પર ખેલાડીઓ પોતાની જાતે જ પ્લે ગ્રાઉન્ડ બનાવી લે છે, પરંતુ શહેરી વિસ્તારમાં તે શક્ય બનતું નથી. મહેસાણા વર્ષોથી વિકાસની રેસમાં દોડ લગાવી રહ્યું છે અને વિકાસ પણ પામ્યું છે, ત્યારે આ વિકાસની દોડ વચ્ચે શહેરમાં રમત-ગમતના મેદાનો વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મહેસાણા નગરપાલિકાના ટાઉન એન્જીનિયર જતીનભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મહેસાણા શહેરમાં માત્ર બે જ મોટા રમતના મેદાનો આવેલા છે. જે વર્ષોથી યથાવત છે. આ મેદાન રમત-ગમત માટે ઉપયોગી બને છે. તો વધુ એક મ્યુનિસિપલ ગ્રાઉન્ડ મામલતદાર કચેરી પાસે આવેલું છે. જેનું હાલમાં ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.