- કુદરતી હવામાંથી પ્રતિદિન 150 જંબો બોટલ જેટલો ઓક્સિજન ઉત્પન્ન થશે
- પ્રોટોપ્રાયો ટેન્ક થકી લિકવીડ આધારે વધુ 200 બોટલ ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરાઈ
- હાલમાં રોજિંદી 600 બોટલોની જરૂરિયાત
- હોસ્પિટલમાં 160 કોરોનાગ્રસ્ત દર્દીઓ એડમિટ
- વડનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો
મહેસાણાઃ વડનગર GMERS સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારે 2 કરોડ રૂપિયાના ખર્ચે PSA ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરતા રાજ્ય સરકાર દ્વારા ઈન્સ્ટોલેશન ખર્ચ ઉઠાવી કુદરતી હવામાંથી 1.5 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારના પ્રયત્નથી વડનગરમાં સરકારી કોવિડ સેન્ટર પર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી થાય માટે આ પ્લાન્ટ પ્રતિદિન 1500 કિલો ઓક્સિજન હવામાંથી ઉત્પન્ન કરી દર્દીઓ સુધી પહોંચાડાશે. હાલમાં આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 160 કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પ્રતિદિન 600 જમ્બો ઓક્સિજન બોટલની જરૂરિયાત છે. જેની સામે આ પ્લાન્ટ 150 બોટલ જેટલો ઓક્સિજન પૂરો પાડશે.
આ પણ વાંચોઃ સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ થશે
કાયમી ઓક્સિજન ઉત્પાદન માટે વડનગરમાં આ પ્લાન્ટ આશીર્વાદરૂપ
જ્યારે સાથે જ પ્રોટોપ્રાયો ઇન્સ્ટોલ કરી વધુ બે ટેન્ક મુકવામાં આવતા લિકવીડ દ્વારા 200 બોટલ ઓક્સિજન ઉત્પન્ન કરવામાં આવ્યો છે. જ્યારે 200 બોટલ સપ્લાયર પાસે મંગાવી રોજિંદી ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. આમ આજે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહેનતથી વડનગર સિવિલ હોસ્પિટલમાં આ PSA પ્લાન્ટ થકી કાયમી ધોરણે પ્રતિદિન 1500 કિલો ઓક્સિજન કુદરતી સ્ત્રોત થકી પ્રાપ્ત થાય તેવી સુવિધા કરવામાં આવી છે.