મહેસાણાઃ રેલવે જંક્શનથી ઉત્તર પ્રદેશના ઉન્નાવ જવા માટે સાબરકાંઠાના 1200 જેટલા પરપ્રાંતિઓને ગુજરાત સરકારની સરકારી એસટી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મહેસાણા રેલવે સ્ટેશન પર લાવી તેમનું મેડિકલ ચેકપ સાથે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી છે. મહેસાણા વહીવટી તંત્ર દ્વારા તેમને રેલવેથી ઉત્તર પ્રદેશના ઉનાવ ખાતે મોકલવામાં આવ્યા છે.
મહત્વનું છે કે. આર્થિક મારથી પીડાતા આ શ્રમિકો અને તેમનો પરિવાર રોજગાર માટે ગુજરાતના સાબરકાંઠામાં વસ્યો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ એ વિવશ બનાવી દેતા તેઓ પોતાના વતન પરત ફર્યા છે. જેની ખુશી સાથે સરકારની વ્યવસ્થા પર પરપ્રાંતિઓએ સ્નેહની લાગણી અનુભવી છે.