મહેસાણાઃ ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતીએ દેશમાં સંસ્કૃતિ અને પ્રકૃતિની શોભામાં વધારો કરતું ઘરેણું છે જોકે, ખેતી અને પશુપાલનની સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે, ત્યાં કાળા માથાના માનવી પાસે પરિસ્થિતિ સામે જજુમીને પણ સફળતા મેળવવાના અનેક ઉપાયો મળી રહે છે. વાત છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સુંઢિયા ગામે રહેતા એક 80 વર્ષીય વૃદ્ધ ખેડૂત જીવણજી ઠાકોર જેમણે કૃષિ વિભાગના માર્ગદર્શન અને પોતાની આગવી સુજબૂજથી 12 વિઘા જમીનને પુનઃસજીવ કરી બતાવી છે.
ખેડૂતે જળ જમીન અને પ્રકૃતિનું સંરક્ષણ કરી સફળ ખેતી કરી બતાવી
- 80 વર્ષીય વૃદ્ધ ખેડૂત આગવી સુજબૂજથી 12 વિઘા જમીનને પુનઃસજીવ કરી
- 12 વિઘા જમીન માંથી જ્યાં માંડ 50 હજાર કમાણી થતી હતી તે 5 લાખ થઇ
- પ્રકૃતિનું જતન કરવામાં મહત્વનું યોગદાન પૂરું પાડ્યું
- જળ સંચાયની પદ્ધતિ જોવા અન્ય રાજ્યોના ખેડૂતો તજજ્ઞો પણ સુંઢિયા ગામની મુલાકાત કરી ચુક્યા
- સરકાર દ્વારા પણ રાજ્ય અને જિલ્લા કક્ષાએ ખેડૂત સન્માન પ્રાપ્ત થયા છે.
જળ સંચાયની પદ્ધતિ જોવા અન્ય રાજ્યોના ખેડૂતો તજજ્ઞો પણ સુંઢિયા ગામની મુલાકાત કરી ચુક્યા
સુંઢિયા ગામે રહેતા જીવણજી ઠાકોરને જળ જમીન અને પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જોકે, સંજોગો અવસાત તેમની જમીન ઢાળ પડતી હોઈ ચોમાસામાં પાક લેવો મુશ્કેલ બનતું હતું, તો શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીની અછત સર્જાતી હતી, ત્યારે વર્ષ 2006માં આ વૃદ્ધ ખેડૂતે કૃષિ રથ થકી માર્ગદર્શન મેળવી પોતાની ઢાળ પડતી જમીનને ખેતી માટે ઉપયોગી બનાવવા એક આગવી સુજબૂજ વાપરી અને ખેતરની આ 12 વિઘા જમીનમાં તૈયાર કર્યા પાણીના વહેણ એકઠા કરવા માટે પાળા જે પાળા થકી ચોમાસામાં વરસતા વરસાદના નીર સીધા જ નજીકમાં આવેલા કૂવામાં એકઠા થવા લાગ્યા આમ આ ખેડૂતને થતું જમીનનું ધોવાણ અટક્યું તો જળ સંચય માટે કરેલા પાળા થકી શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈના પાણી કૂવામાં સંગ્રહ થયા આમ એજ સમયમાં કપરી મહેનત કરી 12 વિઘા જમીન માંથી જ્યાં માંડ 50 હજાર કમાણી થતી હતી, તે પાળા કરી જળ સંચય થકી ત્રણેય સીઝનમાં ખેત ઉત્પાદન શક્ય બનતા હવે આ ખેડૂત વર્ષે 5 લાખ જેટલા રૂપિયા કમાણી કરી રહ્યાં છે.