- કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની પડી રહી છે જરૂર
- અમેરીકાના મૂળ ભારતિયએ કરી સહાય
- ઓક્સિજન વપરાશ અંગે ડૉક્ટરે આપ્યું માર્ગદર્શન
મહેસાણા : જિલ્લાના વિસનગર ખાતે કોરોના મહામારી (Corona epidemic) સમયે કોવિડ (Covid) અને પોસ્ટ કોવીડની સારવાર લેતા દર્દીઓને પ્રાણવાયુની જરૂરિયાત પૂરી પાડવા સરકારની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો પણ આગળ આવ્યા છે.
USAમાં રહેતા મહિલાએ કરી સહાય
USAમાં રહી મૂળ ભારતીય એવા ડો.જસવંતકુમારને ઇલાબેન પટેલ દ્વારા પોતાની માતૃભૂમિને આરોગ્ય લક્ષી સેવામાં મદદરૂપ થવા 100થી વધુ ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યા છે. જે લઈ રવિવારે વિસનગર ખાતે આવેલ ડો,વસુદેવ જે રાવલ ટ્રસ્ટના સ્ટ્રસ્ટીઓ અને દાન આપનારના સ્વજન સહિત લાભર્થીઓની હાજરીમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી આ નિઃશુલ્ક ઓક્સિજન મશીન જરૂરિયાતમંદ લાભાર્થીઓના સ્વજનોને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : BAPS મંદિર દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલને 22 મેટ્રીક ટન ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયું
ડૉક્ટરે આપ્યું માર્ગદર્શન
નિઃશુલ્ક ઓક્સિજન મશીન સ્વીકારતા લાભાર્થીઓએ સેવાભાવી વ્યક્તિઓ અને ટ્રસ્ટ સહિત સેવકાર્યમાં જોડાયેલ તમામનો આભાર માનતા ઓક્સિજન માટેની જરૂરિયાત અંતે પડતી તકલીફ દૂર થતાં ખુશી વ્યક્ત કરી હતી. તો ડોકટર કેતનભાઈ જોશી દ્વારા આ ઓક્સિન મશીન જરૂરિયાત મંદ લોકો કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું, કારણકે આ પ્રકારે લેવાતો ઓક્સિજન પણ એક ડ્રગ રૂપે હોય છે માટે તેની માત્ર અને સમય તબીબના માર્ગદર્શન થી નિર્ધારિત કરવા જરૂરી છે.
આ પણ વાંચો : ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર