મહેસાણા : વિજાપુરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ વરસાદની નોંધ કરી જરૂરી કાર્યવાહીના ભાગ રૂપે ભરાયેલા પાણીને દૂર કરવા તો ક્યાંક નાના મોટા ધરશાઈ થયેલા વૃક્ષને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
વિજાપુરમાં છેલ્લા 24 કલાકમાં 166 mm વરસાદ નોંધવા પામ્યો છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ત્યાં બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું છે.