નાની કડી ખાતે આવેલી સાંઈ દર્શન સોસાયટીના બંગલા નંબર 21 માં રહેતા પટેલ ત્રમ્બકભાઈ નામના વેપારીના ઘરે પરિવાર સાથે ઉત્તરાયણ કરવા દીકરાના ઘરે મહુઆ ગયેલા હતા. જે બાદ વાસી ઉત્તરાયણના દિવસે પડોશીનો ફોન આવતા તેમના ઘરમાં લાઈટો ચાલુ હોઈ અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ થઈ હતી.
તેઓ ઘરે પરત આવી જોતા મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પડેલ તિજોરી કબાટ તોડી અંદર પડેલ 1.25 લાખની રોકડ અને અંદાજે 30થી 32 તોલા સોનાના અને સવાકિલો ચાંદીના દાગીનાની ચોર ઈસમોએ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે કડી પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.