ETV Bharat / state

લુણાવાડામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો માટે આશિર્વાદ સ્વરૂપ બની - પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો માટે આશિર્વાદ સ્વરૂપ

લુણાવાડા: મહિસાગર જિલ્લાના નવા મુવાળાના અનિલભાઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી પ્રગતિનો પંથ કંડાર્યો છે.પ્રધાનમંત્રી મુદ્રા યોજના એવા કર્મયોગી અને ઉદ્ધમશીલ યુવાનો માટે છે કે,જે અગાઉથી તૈયાર કરાયેલા માર્ગ પર ચાલવાને બદલે પોતાનો માર્ગ સ્વયંમ નક્કી કરે છે. મુદ્રા યોજનાથી લોકોને અને ખાસ કરીને યુવાનોની કુશળતાને તાકાત મળી રહી છે. જ્યારે કુશળતાને પ્રોત્સાહન મળે છે, ત્યારે એ વધુ ખીલી ઉઠે છે. મુદ્રા યોજનાએ સામાન્ય વ્યક્તિના કૌશલ્યને ખીલવાનું કામ કર્યું છે, તો સાથે સાથે જીવનમાં પરિવર્તન આવે છે. આવુંજ પરિવર્તન મહિસાગર જિલ્લાના નવા મુવાડા ગામના અનિલભાઈ પટેલના જીવનમાં આવ્યું છે.

લુણાવાડામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો માટે આશિર્વાદ સ્વરૂપ બની
લુણાવાડામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો માટે આશિર્વાદ સ્વરૂપ બની
author img

By

Published : Nov 29, 2019, 2:24 AM IST

લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામના યુવાન અનિલભાઈ પટેલ MSW નો કોર્ષ કરી પોતાના પરિવારના પાલન પોષણ માટે નોકરીની શોધમાં હતા. ત્યારે તેમણે ધંધો વ્યાપાર કરી આગળ વધવાનું નક્કી કર્યું, પણ વ્યાપારમાં પ્રગતિ કરવા નાણાં જોઈએ અને વ્યવસાયી નાણાંની વ્યવસ્થા કરવા માટે તેમણે મહિસાગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લીધી. જિલ્લા મેનેજર અને કર્મચારીઓએ માર્ગદર્શન આપ્યું અને અનિલભાઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લોન મેળવી પોતાની સુદર્શન નમકીન માર્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. જરૂરી આધાર પુરાવાની પુરતતા બાદ લુણાવાડાની SBI બેંકે તેમને રૂપિયા 3 લાખ 20,000 ની ગેરેન્ટર વગરની લોન આપી, તો સાથે સાથે સરકાર દ્વારા આ યોજના મારફતી આ યોજના અંતર્ગત રૂપિયા 75,000ની સબસીડી પણ મળી. મુદ્રા યોજના મારફતની આ લોન ઈચ્છા ધરાવતા અને કંઈક કરવાનો ઈરાદો ધરાવતા અનિલભાઈ માટે એક મોટો અવસર બની ગઈ.

લુણાવાડામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનો માટે આશિર્વાદ સ્વરૂપ બની

અનિલભાઈએ લોન મળતા નમકીન બનાવવા માટે પેકીંગ સહિતની વિવિધ મશીનરી ખરીદી અને સુદર્શન નમકીન માર્ટના નેજા હેઠળ વીંગો નમકીને બ્રાન્ડ બનાવવાની દિશામાં અગ્રેસર પગલું ભર્યું .ત્યારે આ અંગે અનિલભાઈ જણાવે છે કે, તેમણે નમકીન બનાવવાની શરૂઆત કરી. ગાંઠિયા, ટમટમ, ઝીણી સેવ, પાલક સેવ, ચવાણું, પૌવા ચેવડો, તીખી પાપડી, મોળી પાપડ, શક્કરપારા, ચનાદાળ, પોપકોર્ન, સેવમમરા, વેફર જેવી અનેકવિધ નમકીન ખાદ્ય વસ્તુઓનું પ્રોડક્શન અને અલગ અલગ વજનમાં પેકીંગ શરૂ કર્યું. સરકારે નાના ઉધમીઓ પર તેમના બીઝનેસ કૌશલ્ય પર ભરોસો કર્યો. મુદ્રા યોજના હેઠળ મને ધિરાણ આપવામાં આવ્યું. આ યોજનાથી માત્ર સ્વરોજગારની તકો ઉભી થઈ નથી, પરંતુ તે રોજગારીને વધારવાનું કરવાનું કામ પણ કરી રહી છે, એમજ મેં ગામના યુવાનોને રોજગારી આપી. રસોઈયા, મશીન સંચાલન, પેકીંગ અને માર્કેટિંગ વિભાગમાં 11 જેટલા વ્યક્તિઓને કામગીરી પ્રમાણે ગામમાં જ રોજગારી પુરી પાડવાનો મને અવસર મળ્યો.

નમકીન ઉદ્યોગમાં રોજગારી મેળવનાર દિવ્યાંગ મનુભાઈ જણાવે છે કે, તેઓ અગાઉ ગામથી દૂર લુણાવાડા પાસે નોકરી કરવા જતાં હતા તેમને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. હવે ગામમાંજ રોજગારી મળી જતા રાહત છે. અનિલભાઈના પત્ની સરયુબેન પણ પતિના આ વ્યવસાયમાં ખભે ખભો મિલાવી કામ કરે છે. સુદર્શન નમકીન માર્ટની વીંગો પ્રોડક્ટ આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ રહી છે ધીરે ધીરે વેચાણમાં વૃદ્ધિ થઈ રહી છે.

તો વધુમાં અનિલભાઈ કહે છે કે, દોઢ વર્ષના ટૂંકા ગાળામાં નમકીન પ્રોડક્ટ એક બ્રાન્ડ બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહી છે. સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ખુબખુબ આભાર જેણે તેમના જેવા બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકનું સર્જન કર્યું. આ ઉપરાંત આ યોજના નવા મુવાડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય યુવાનોની રોજગારી માટે કારણ બની. હાલમાં તેઓ વાર્ષિક બે થી અઢી લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવે છે. પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મુદ્રાયોજના માટે આભાર વ્યક્ત કરતા અનિલભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.

Intro:લુણાવાડા:-

મહિસાગર જિલ્લાના નવા મુવાળાના અનિલભાઈ એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી પ્રગતિનો પંથ કંડાર્યો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના એવા કર્મયોગી અને ઉદ્ધમશીલ યુવાનો માટે છે જે અગાઉથી તૈયાર કરાયેલા માર્ગ પર ચાલવાને બદલે પોતાનો માર્ગ સ્વયંમ નક્કી કરે છે. મુદ્રા યોજનાથી લોકોને અને ખાસ કરીને યુવાનોની કુશળતાને તાકાત મળી રહી છે. જ્યારે કુશળતાને પ્રોત્સાહન મળે છે ત્યારે એ વધુ ખીલી ઉઠે છે. મુદ્રા યોજનાએ સામાન્ય વ્યક્તિના કૌશલ્યને ખીલવાનું કામ કર્યું છે સાથે સાથે જીવનમાં પરિવર્તન આવે છે. આવુજ પરિવર્તન મહિસાગર જિલ્લાના નવા મુવાડા ગામના અનિલભાઈ પટેલના જીવનમાં આવ્યું ઉદ્યોગ સહસિકતાનું કૌશલ્ય ખીલ્યું છે.

Body: લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામના યુવાન અનિલભાઈ પટેલ MSW નો કોર્ષ કરી પોતાના પરિવારના પાલન પોષણ માટે નોકરી ની શોધમાં હતાશા મળી ત્યારે ધંધો વ્યાપાર કરી આગળ વધવાનું નક્કી કર્યું, પણ વ્યાપારમાં પ્રગતિ કરવા નાણાં જોઈએ અને વ્યવસાયી નાણાંની વ્યવસ્થા કરવા માટે તેમણે મહિસાગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લીધી, જિલ્લા મેનેજર અને કર્મચારીઓએ માર્ગદર્શન આપ્યું અને અનિલભાઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લૉન મેળવી પોતાની સુદર્શન નમકીન માર્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. જરૂરી આધાર પુરાવાની પુરતતા બાદ લુણાવાડાની SBI બેંકે તેમને ₹ 3 લાખ 20,000 ની ગેરેન્ટર વગરની લૉન આપી, સાથે સાથે સરકાર દ્વારા આ યોજના મારફતી આ યોજના અંતર્ગત₹75,000 ની સબસીડી મળી. મુદ્રા યોજના મારફતની આ લૉન ઈચ્છા ધરાવતા અને કંઈક કરવાનો ઈરાદો ધરાવતા અનિલભાઈ માટે એક મોટો અવસર બની ગઈ.
અનિલભાઈએ લૉન મળતા નમકીન બનાવવા માટે પેકીંગ સહિતની વિવિધ મશીનરી ખરીદી અને સુદર્શન નમકીન માર્ટના નેજા હેઠળ વીંગો નમકીને બ્રાન્ડ બનાવવાની દિશામાં અગ્રેસર પગલું ભર્યું છે.
અનિલભાઈ જણાવે છે કે, તેમણે નમકીન બનાવવાની શરૂઆત કરી. ગાંઠિયા, ટમટમ, ઝીણી સેવ, પાલક સેવ, ચવાણું, પૌવા ચેવડો, તીખી પાપડી, મોળી પાપડ, શક્કરપારા, ચનાદાળ, પોપકોર્ન, સેવમમરા, વેફર જેવી અનેકવિધ નમકીન ખાદ્ય વસ્તુઓ નું પ્રોડક્શન અને અલગ અલગ વજનમાં પેકીંગ શરૂ કર્યું. સરકારે નાના ઉધમીઓ પર તેમના બીઝનેસ કૌશલ્ય પર ભરોસો કર્યો. મુદ્રા યોજના હેઠળ મને ધિરાણ આપવામાં આવ્યું. આ યોજનાથી માત્ર સ્વરોજગારની તકો ઉભી થઈ નથી, પરંતુ તે રોજગારીને વધારવાનું કરવાનું કામ પણ કરી રહી છે એમજ મેં ગામના યુવાનોને રોજગારી આપી. રસોઈયા, મશીન સંચાલન, પેકીંગ અને માર્કેટિંગ વિભાગમાં 11 જેટલા વ્યક્તિઓને કામગીરી પ્રમાણે ગામમાં જ રોજગારી પુરી પાડવાનો મને અવસર મળ્યો.

Conclusion: નમકીન ઉદ્યોગમાં રોજગારી મેળવનાર દિવ્યાંગ મનુભાઈ જણાવે છે કે તેઓ અગાઉ ગામથી દૂર લુણાવાડા પાસે નોકરી કરવા જતાં હતા તેમને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી હવે ગામમાંજ રોજગારી મળી જતા રાહત છે. અનિલભાઈના પત્ની સરયુબેન પણ પતિના આ વ્યવસાયમાં ખભે ખભો મિલાવી કામ કરે છે. સુદર્શન નમકીન માર્ટની વીંગો પ્રોડક્ટ આસપાસના વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ રહી છે ધીરે ધીરે વેચાણમાં વૃદ્ધિ થઈ
રહી છે.
વધુમાં અનિલભાઈ કહે છે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં નમકીન પ્રોડક્ટ એક બ્રાન્ડ બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહી છે. સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ખુબખુબ આભાર જેણે તેમના જેવા બેરોજગાર યુવાનો માટે રોજગારીની તકનું સર્જન કર્યું ઉપરાંત આ યોજના નવા મુવાડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં અન્ય યુવાનોની રોજગારી માટે કારણ બની. હાલમાં તેઓ વાર્ષિક બે થી અઢી લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવે છે. પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મુદ્રાયોજના માટે આભાર વ્યક્ત કરતા અનિલભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.
બાઈટ-૧. સરયુબેન (અનિલભાઈના પત્ની) નવા મુવાડા
બાઈટ-૨- મનુભાઈ (દિવ્યાંગ) રોજગારી મેળવનાર
બાઈટ-૩. અનિલભાઈ પટેલ (મુદ્રા યોજના લાભાર્થી) નવા મુવાડા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.