આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને જણાવ્યું હતુ કે, ‘સ્વચ્છ ભારત મિશન’ યોજના અંતર્ગત મહિલાઓને સ્વચ્છતા બાબતની જાણકારી, સ્વચ્છ ભારત સર્વેક્ષણ, અને કિશોરીઓની વ્યક્તિગત આરોગ્ય વિષયક સ્વચ્છતા અંગે જાણકારી મેળવી મહિલાઓએ ઘરનું આંગણું અને ગામને સ્વચ્છ રાખવા તેમજ સામુહિક રીતે ગ્રામ સફાઈ કરીને સ્વચ્છતા દ્વારા ગામને રોગમુક્ત બનાવવા ઉપસ્થિત ગામના સરપંચોને સ્વચ્છતા રાખવા આહવાન કર્યું હતું. વધુમાં વિજયને જણાવ્યું કે, સ્વચ્છતા બાબતમાં આપણો જિલ્લો દેશમાં છઠ્ઠા ક્રમે અને રાજ્યમાં ચોથા ક્રમે છે જે આપણાં માટે ગૌરવની બાબત છે. મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ અંતૃગત મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા 225 સબ સેન્ટરો ખાતે 2760 ઉપસ્થિત મહિલાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ફિમેલ હેલ્થવર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ વિજીટર તથા મહિલા મેડીકલ ઓફિસર દ્વારા કિશોરીઓની વ્યક્તિગત આરોગ્ય વિષયક સ્વચ્છતા સંબધી વિકલી આયન અને ફોલીક એસીડીક વિષય ઉપર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત શૌચાલય, ઘરની સફાઇ સ્વચ્છતા સંબધીત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારીના અધ્યક્ષ જીગ્નેશભાઇ સેવક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર, ડૉ.જ્યોતીબેન તથા ટ્રેનર જયંતીભાઇએ ઉપસ્થિત સરપંચો સાથે મહિલા સ્વચ્છતા જાગૃતિ અંગે વિસ્તૃત સમજ સાથે માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સ્વચ્છતા અંગેની કામગીરી બદલ સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી-કર્મચારીઓ તેમજ મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા સરપંચો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.