મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલમાં કડાણા ડેમની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ થતાં ડેમની જળ સપાટીમાં વધારો નોંધાતા તંત્ર દ્વારા સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. જેથી વણાકબોરી વીયરમાં પાણીની આવક વધતા આસપાસના ગામડાઓના ખેડૂતોને ખેતી સિંચાઈ માટે પાણી મળી રહેશે છે. છેલ્લા 24 કલાકમાં કડાણા ડેમની સપાટીમાં 4 ફૂટ વધી છે. ત્યારે વણાકબોરી વીયરનું લેવલ 221.00 નોંધાયું છે.
હાલમાં તંત્ર દ્વારા મહી કેનાલ સિંચાઇ માટે 3000 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. વણાકબોરી વિયર દ્રારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, તેમજ અન્ય તાલુકામાં સિંચાઈનું પાણી મળે છે. જેમજે મ ઉપરથી પાણી મળશે તેમ કેનાલમાં વધારે પાણી સિંચાઈ માટે આપવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ રહેતા વણાકબોરી વિયર દ્વારા છોડવામાં આવેલું પાણી ખેડૂતો માટે લાભદાયક બની રહેશે.